કોરોના વાયરસનું એપિસેન્ટર ચીનને જ માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં છેલ્લા મહિનામાં અહીં 900થી વધુ કેસ ડેલ્ટા વેરિયન્ટના નોંધાયા છે. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ચીનમાં ઝપથી ફેલાઇ રહ્યો છે. જો કે ચીનમાં ફરી કોરોનાએ માથું ઉંચકતાં 30 ટોચના અધિકારી સામે કડક પગલાં લેવાયા છે. જી હાં, ચીનમાં કોરોનાને ફરી ફેલાતો ન રોકી શકવાના પગલે આ 30 અધિકારીઓ સામે પગલા લેવાયા છે.


ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ ચીને 30થી વધુ અધિકારીને ડેલ્ટા વેરિયન્ટને ફેલાતો ન અટકાવી શકવા બદલ સજા આપી છે. મેયર સહિતના 30 અધિકારીને સજા અપાઇ છે. ચીન સરકારે એરપોર્ટ, હોસ્પિટલ્સના ડિરેક્ટરોને પણ સજા ફટકારી છે. જે અધિકારીઓની લાપરવાહીને કારણે સંક્રમણ ફેલાયું છે તે દરેક સામે કાર્યવાહી કરવાનો ચીનની સરકારે  નિર્ણય લીધો છે. 


ચીનમાં ક્યાં નોંધાયા ડેલ્ટા વેરિયન્ટના કેસ


ચીનમાં વુહાન સહિતના 15 વિસ્તારમાં ફરી ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાવા લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં 900 કેસ નોંધાતા સરકારે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે ઉલ્લેખનિય છે કે, મોસ્કોથી આવેલા 7 પ્રવાસીઓ કોરોના સંક્રમિત હતા. જેના કારણે એરપોર્ટના સફાઇ કામદાર સંક્રમિત થયા અન ત્યારબાદ ચીનમાં વુહાન સહિતના 15 વિસ્તારમાં ફરી ડેલ્ટા સંક્રમણના કેસ નોંઘાવા લાગ્યાં. એરપોર્ટથી ડેલ્ટા વાયરસની એન્ટ્રી થઇ હોવાથી જે-તે અધિકારીની બેદરકારીને ધ્યાનમાં લેતા આવા 30 અધિકારીઓ સામે કડક પગલા લેતાં તેમને કડક સજા કરાઇ છે. જોકે ચીનની વિશાળ જનસંખ્યાના મોટા ભાગને વેક્સિન આપવામાં આવી ગઈ છે છતાં પણ અધિકારી વેક્સિનેશન પર ભરોસો ન કરવાને બદલે વાઇરસને બહાર કાઢવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને લોકડાઉનની નીતિ લાગુ કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનિય છે કે, દુનિયાના 135 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટનો કહેર ફેલાયો છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા મુજબ 40 લાખ કેસ નોંધાયા છે.