નવી દિલ્હીઃ ભારતને ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં શાનદાર ગૉલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપડાની આજે દેશભરમાં પ્રસંશા થઇ રહી છે. ભારતને ઓલિમ્પિકમાં આ બીજો ગૉલ્ડ મેડલ મળ્યો છે, આ પહેલા બેઇંજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં અને હવે ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રૉમાં એટલે કે ભાલા ફેંકમાં ગૉલ્ડ અપાવ્યો છે. ભારતને એથ્લેટિક્સમાં અપાવેલા આ પહેલા ગૉલ્ડ મેડલથી દેશવાસીઓને નીરજ ચોપડા પર ગર્વ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે નીરજ ચોપડાને ભાલા ફેંકમાં રૂચિ આવી ક્યાંથી, અને તે કઇ રીતે આગળ વધી ગયો. 


ખાસ વાત છે કે, તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર ગૉલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે, જે ખુબ ચર્ચામાં છે, આમાં નીરજ ચોપડા તેની ભાલા ફેંક વિશે અદભૂત માહિતી આપી રહ્યો છે. આ વીડિયોમાં એન્કર જ્યારે સવાલ પુછે છે કે તમે જેવલિન ક્યાંથી શીખ્યુ? નીરજ આનો જબરદસ્ત જવાબ આપે છે. જુઓ વીડિયો....


બીજેપી નેતા તજીન્દર પાલ સિંહ બગ્ગાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર હરિયાણાના પાણીપતના આ સ્ટાર એથ્લેટનો વીડિયો શેર કર્યો છે, જેમાં એન્કર પુછી રહ્યો છે -


જેવલીન કેવી રીતે થઇ, ક્યાંથી થઇ, કઇ રીતે ચસ્કો લાગ્યો, તો નીરજ જવાબ આપે છે કે બસ, ભગવાને જ વિચાર્યુ હતુ કે જેવલિન કરવી છે. આમ તો ગામમાં અલગ અલગ સ્પૉ્ર્ટસ રમતા હતા, પરંતુ જેવા ગ્રાઉન્ડ પર ગયા અને જેવલિનને થ્રૉ કરતા દેખ્યા લોકોને તો તેમની સાથે શરૂ કરી દીધુ, હુ ખરેખરમાં જાણતો ન હતો કે જેવલિન શું વસ્તુ છે, બસ આ રીતે શરૂ થઇ ગઇ અને આજે તમારી સામે છું. 


પછી એન્કર નીરજને મજાકમાં પુછે છે કે- શાહરૂખ ખાને કે ઇશાન્ત શર્મા, તમારા લાંબા વાળ માટે ઇન્સપીરેશન કોણ છે? તો નીરજ જવાબ આપે છે કોઇ નહીં, જી, હુ મારી જાતે જ લાંબા વાળ રાખુ છું. આ પછી તમામ લોકો એન્કર અને નીરજની સાથે હંસવા લાગે છે. 




ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પાણીપતના દેસી છોરા તરીકે ઓળખાતા નીરજ ચોપડાએ દેશનુ નામ ઓલિમ્પિકમાં રોશન કર્યુ છે. 23 વર્ષીય નીરજ ચોપડાએ જેવલિન એટલે કે ભાલા ફેંકમાં અભૂતપૂર્વ રમત રમીને ગૉલ્ડ મેળવ્યો છે. દેશમાં રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન સુધી તમામ દિગ્ગજોએ આવકાર્યો છે અને પ્રસંશા કરી છે. 


ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ-
નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)
રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)
મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)
પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)
લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)
બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)
પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ