Breaking News live Update: બુરકાપાલ નક્સલી હુમલામાં ધરપકડ કરાયેલા 121 ગ્રામજનોને મુક્ત કર્યા, NIA કોર્ટે કર્યાં નિર્દોષ જાહેર

હકીકતમાં, પોલીસ કોર્ટમાં નક્સલવાદીઓના સમર્થક તરીકે ગ્રામવાસીઓ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. જેના કારણે સેન્ટ્રલ જેલમાં 5 વર્ષની સજા કાપીને NIA કોર્ટના નિર્ણય બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 17 Jul 2022 10:19 AM
IND vs ENG 3rd ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન-ડે, વિરાટ કોહલી પર રહેશે નજર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ આજે (17 જુલાઈ) ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે. સીરિઝની પ્રથમ વન-ડેમાં ભારતે એકતરફી રીતે જીત મેળવી હતી. બીજી મેચમાં ઇગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે ટીમ ઈન્ડિયા આ નિર્ણાયક મેચ જીતીને સીરિઝ પર કબજો કરવા ઈચ્છશે.


ભારતીય બોલરો ફોર્મમાં છે


કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વનડેમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ લોર્ડ્સમાં રમાયેલી બીજી મેચમાં બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યા નહોતા, જેના કારણે ભારતીય ટીમ 146 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે સારી બાબત તેના બોલરોનું ફોર્મ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ખૂબ જ ખતરનાક ફોર્મમાં છે. જ્યારે સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ બીજી વન-ડેમાં ચાર વિકેટ લઈને ફોર્મ બતાવ્યું હતું.

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20,528 નવા કેસ  49 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા છે.  એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા છે.  


દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709  થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,98,89,097 થયો છે, જેમાંથી ગઈકાલે 25,59,840 ડોઝ આપવામાં આવ્યા હતા.



Twitter Deal Row: : ઈલોન મસ્કે ટ્વિટર વિવાદને લઈને પરાગ અગ્રવાલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ, જાણો શું કહ્યું.

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ કેસમાં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર ડીલ કેન્સલ થતા પહેલા એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ મેસેજ 28 જૂને મોકલવામાં આવ્યો હતો.


 


આ મેસેજમાં ઈલોન મસ્કે કહ્યું કે તેમની કંપનીના વકીલો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્કે પરાગને આ સંદેશ ત્યારે મોકલ્યો હોવાનું કહેવાય છે જ્યારે ટ્વિટરના વકીલોએ નાણાકીય માહિતી માંગી હતી કે જેમાંથી ટ્વિટર હસ્તગત કરવાનું હતું. મસ્ક વિરુદ્ધ દાખલ કેસમાં ટ્વિટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Maruti suzuki Cars: મારુતિ તેની અત્યાર સુધીની સૌથી અદ્યતન કાર લાવી રહી છે, બુકિંગ શરૂ

લાંબી રાહ જોયા પછી, કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ટૂંક સમયમાં તેની મધ્યમ કદની SUV ગ્રાન્ડ વિટારા લોન્ટ  કરવા જઈ રહી છે. મારુતિ અને ટોયોટાની ભાગીદારી હેઠળ બનેલી, આ કારને દેશમાં ઉપલબ્ધ Kia Seltos, Hyundai Creta, Volkswagen Taigun, MG Astor, Nissan Kicks, Skoda Kushaq જેવી કારથી સખત સ્પર્ધાનો સામનો કરવાની અપેક્ષા છે.


ગ્રાન્ડ વિટારા દેશના બજારમાં ઉપલબ્ધ કંપનીના એસ-ક્રોસ (મારુતિ સુઝુકી એસ-ક્રોસ)નું સ્થાન લેશે. S-Crossને મારુતિ દ્વારા 2015માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કંપનીએ ભારતમાં S-Crossનું પ્રોડક્શન બંધ કરી દીધું છે, જેના પછી હવે ગ્રાન્ડ વિટારા તેને માર્કેટમાં રિપ્લેસ કરશે. કંપનીએ આ કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

Britain: બ્રિટનમાં પીએમ પદના દાવેદારોમાં ઋષિ સુનક સૌથી આગળ, આજે બીજી ચર્ચા

બોરિસ જોન્સનના રાજીનામા બાદ બ્રિટનમાં વડાપ્રધાન પદ માટેની  રેસ ચાલુ છે. આજે બ્રિટનમાં પીએમ પદના ઉમેદવારો વચ્ચે ટીવી ડિબેટનો બીજો રાઉન્ડ થશે. કન્ઝર્વેટિવ પાર્ટીના પાંચ દાવેદારો બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં રવિવારે બીજી ટેલિવિઝન ચર્ચામાં ભાગ લેશે. ભારતમાં જન્મેલા ઋષિ સુનક હાલમાં પીએમ પદના દાવેદારોમાં સૌથી આગળ છે. આ પહેલા શુક્રવારે બ્રિટનમાં ટોરી લીડરશિપ ડિબેટ દરમિયાન દાવેદારો ટેક્સને લઈને લડતા જોવા મળ્યા હતા.


યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન ઋષિ સુનક 358 કન્ઝર્વેટિવ સાંસદોમાં ફેવરિટ તરીકે ઉભરી આવ્યા છે. સોમવારે આગામી તબક્કાનું મતદાન યોજાશે

પાકિસ્તાનમાં 15 દિવસમાં બીજી વખત ભારતીય એરલાઇન્સે કર્યું ઈમરજન્સી ઉતરાણ, જાણો વિગત

IndiGo Sharjah-Hyderabad Flight:   આ પ્લેન  શારજાહથી હૈદરાબાદ જઈ રહ્યું હતું, જ્યારે પાયલટને કેટલાક હજાર ફૂટની ઉંચાઈ પર વિમાનમાં તકનીકી ખામીની શંકા જતાં આખરે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.


સ્પાઈસ જેટ બાદ હવે ઈન્ડિગોના પ્લેનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે પ્લેનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને અહીં ઉતારવામાં આવ્યા છે, ત્યારબાદ એરલાઈને હવે પેસેન્જરો માટે બીજું પ્લેન મોકલ્યું છે. જે તમામ મુસાફરોને હૈદરાબાદ લઈ જશે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેન શારજાહથી હૈદરાબાદ જઈ રહ્યું હતું, જ્યારે પાયલટને કેટલાક હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનમાં ટેક્નિકલ ખામીની શંકા હતી, આખરે પ્લેનને કરાચીમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Sukma News: વર્ષ 2017માં છત્તીસગઢના સુકમા જિલ્લાના બુરકાપાલમાં નક્સલી હુમલામાં 24 CRPF જવાન શહીદ થયા હતા. શહીદ થયા બાદ પોલીસ દ્વારા નક્સલવાદીઓને ટેકો આપવા બદલ બુરકાપાલ અને તેની આસપાસના ગામોમાંથી 121 ગ્રામજનોની ધરપકડ કરવામાં આવી હતી. હવે NIA કોર્ટે નિર્દોષ છોડવાનો ચુકાદો આપ્યો છે. દંતેવાડાની NIA કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો હતો અને કોર્ટના આદેશ બાદ શનિવારે મોડી સાંજે જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ 105 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે.


 


જેલ સુપ્રિટેન્ડેન્ટ અમિત શાંડિલ્યએ જણાવ્યું કે બાકીના લોકો પર અન્ય કેસ હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. શનિવારે સાંજે તેમની મુક્તિ પછી, તેઓને બે બસો દ્વારા સુકમા અને બીજાપુર જિલ્લાના તેમના ગામોમાં મોકલવામાં આવ્યા હતા, હકીકતમાં, પોલીસ કોર્ટમાં નક્સલવાદીઓના સમર્થક તરીકે ગ્રામવાસીઓ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. જેના કારણે સેન્ટ્રલ જેલમાં 5 વર્ષની સજા કાપીને NIA કોર્ટના નિર્ણય બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.