Breaking NEWS Live Update: જોશીમઠ પર આફત યથાવત, શહેરનો 2.2 ભાગ જમીનમાં ધસી ગયો, ગુજરાતમાં ચાઇનીઝ દોરીએ 3ના લીધા જીવ
ઉત્તરાખંડના જોશીમઠમાં 782 મકાનોમાં તિરાડો નોંધવામાં આવી છે, જ્યારે 148 ઇમારતોને સરકાર દ્વારા રહેવા માટે અસુરક્ષિત તરીકે ચિહ્નિત કરવામાં આવી છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking NEWS Live Update,joshimath, ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડોવાળા મકાનોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં, 782 મકાનોમાં તિરાડો નોંધવામાં આવી છે, જ્યારે 148 ઇમારતોને સરકાર દ્વારા રહેવા માટે અસુરક્ષિત તરીકે...More
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર પર પડી રહી છે. દિલ્હીમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે. IMD એ આ અંગે મોટું એલર્ટ જાહેર કર્યું છે.આજનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ ભારતીય હવામાન ભવનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
19 જાન્યુઆરીથી થોડી રાહત
19 જાન્યુઆરીથી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 19 જાન્યુઆરીએ લઘુત્તમ સરેરાશ તાપમાન 8 ડિગ્રી રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરીએ પણ આ જ સ્થિતિ રહેશે.