Drone attack :વિસ્ફોટકોથી ભરેલ ડ્રોને રવિવારે સવારે બગદાદમાં ઇરાખી પીએમ મુસ્તફા અલ-કદીમીના આવાસને નિશાન બનાવ્યું, આ હુમલામાં સાત સુરક્ષાકર્મી ઘાયલ થયા છે.


ઇરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કદીમીની હત્યાના ઇરાદે તેમના આવાસ પર રવિવાર વહેલી સવારે હથિયારબંધી ડ્રોનથી હુમલો થયો. આ હુમલામાં પ્રધાનમંત્રીને કોઇ નુકસાન નથી થયું અને સુરક્ષિત રહ્યાં, ઇરાકને બે અધિકારીઓના નામ જાહેર કરવાની શરત પર કહ્યું કે, બગદાદના ખૂબ જ સુરક્ષિત ગ્રીન ઝોનના ક્ષેત્રમાં થયેલા હુમલામાં સાત સુરક્ષાકર્મી ઘાયલ થઇ ગયા હકા. હુમલાની તરત જ બાદ પ્રધાનમંત્રી અલ કદીમીએ ટવીટ કર્યું કે’દેશદ્રોહનું રોકેટ વીર સુરક્ષા દળોની દ્રઢતા અને દ્રઢ સંકલ્પને હલાવી ન હતું શક્યું. હું સલામત છું પોતાના લોકોની વચ્ચે છું, ઇશ્વરનો ઉપકાર’


ઇરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કદીમીની હત્યાના ઇરાદે તેમના આવાસ પર રવિવાર વહેલી સવારે હથિયારબંધી ડ્રોનથી હુમલો થયો. અહીં જ વિદેશી દૂતાવાસ અને કાર્યાલય પણ છે, મીડિયા રિપોર્ટ મુજબ ઇરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કદીમીની હત્યાના ઇરાદે આ હુમલો થયો હતો. જો કે એ સ્પષ્ટ નથી થયું કે, આ હુમલા પાછળ કોનો હાથ છે. આ ઘટના શિયા અને મિલિશિયાની વચ્ચે થતાં સંઘર્ષના પગલે થઇ છે. ઇરાકના સંસદીય ચૂંટણીના પરિણામ શિયા અને મલિશિયાએ નકાર્યાં છે. એક મહિનાથી ગ્રીન ઝોનની સામે ઘરણા પર બેઠાં છે. શુક્રવારે પ્રદર્શનકારીઓએ ગ્રીન ઝોનમાં માર્ચ કર્યું હતું,. જેમાં સુરક્ષા દળ અને શિયા મિલિશિયા વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને અનેક પ્રદર્શનકારી ઘાયલ થયાં હતા.


અલ કીદીમીએ એ નિર્ધારિત કરવા માટે તપાસના આદેશ આપ્યાં છે કે પ્રદર્શનકારીને કોણે ઉતેજીત કર્યાં અને કોણે ફાયરિંગ ન કરવાના આદેનું ઉલ્લંઘન કર્યું. અમેરિકા સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્યને 10 ઓક્ટોબરે ચૂંટણીની પ્રશંસા કરી હતી. જે કોઇ હિસા વિના અન કોઇ ટેકનિકલ ખામી વિના જ સમાપ્ત થઇ.આ હુમલા માટે કોણ જવાબદાર છે, તેની તપાસ થઇ રહી છે. હજું સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી.