Crime News:શનિવારે મોડી રાત્રે  ઉજ્જૈનના બદનગર પાસેના બાલોદર્ક ગામમાં એક સનસનાટીભરી ઘટના બની હતી. એક પિતાએ તેમના બે બાળકો અને પત્નીની  તલવારના ઘા ઝીંકીને  હત્યા કરી નાખી  અને પછી પોતાનું ગળું કાપી નાખ્યું. જેના કારણે તેનું પણ મોત થઇ  હતું.  જ્યારે 2  બાળકોએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઉજ્જૈનથી એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર બાલોદરક ગામમાં દિલીપ સિંહ નામનો વ્યક્તિ તેની પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો. શનિવારે રાત્રે દારૂ પીને ઘરે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે દિલીપની પત્ની ગંગાબાઈએ કૂતરાને ઘરમાં ઘૂસતા અને તેને મારતા અટકાવ્યા હતા. દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના પર દિલીપે ગંગાબાઈનું ગળું કાપી નાખ્યું હતું.


બચાવ માટે આવેલા બાળકોને મારી નાખ્યા


માતાને પિતાના હાથે માર ખાતા જોઇને દરમિયાનગીરી કરવા આવેલા પુત્ર યોગેશ અને પુત્રી નેહાને પણ માર મારવામાં આવ્યો હતો. આ જોઈને બે બાળકો દેવેન્દ્ર અને બુલબુલ ઘરની છત પર પહોંચ્યા અને ત્યાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. જો કે સમગ્ર ઘટના બાદ  દરમિયાન દિલીપે તેનું ગળું પણ કાપી નાખ્યું હતું. સમગ્રની ઘટાની જાણ પાડોશીઓને થતાં પોલીસને જાણ કરી હતી.


આ કારણ આવ્યું સામે


પોલીસના જણાવ્યા અનુસાર દિલીપે હાલમાં જ કેટલીક જમીન વેચી હતી. તેની પાસે ત્રીસ લાખ રૂપિયા હતા. તે સટ્ટાબાજી પણ કરતો હતો અને ભૂતકાળમાં મોટી રકમ હારી ગયો હતો. આ બાબતે ઘરમાં ઝઘડો ચાલતો હતો. હાલ પોલીસ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.                               


આ પણ વાંચો


Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન


Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત


Rajkot: કરોડપતિ પરિવારની મહિલાએ હોસ્પિટલ જઈ ડોક્ટરને કહ્યું, મારે કિડની વેચવી છે, શું કિમત આવે ? મામલો જાણીને ચોંકી જશો


SSC Exam: સ્ટાફ સિલેક્શન કમિશને જાહેર કર્યુ એસએસસી પરીક્ષાનું કેલેન્ડર, આ રીતે કરો ચેક