Heart Attack Death: રાજ્યમાં સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. નાની વયે થતાં હાર્ટ અટેકથી મોતે ચિંતા વધારી છે. રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યો છે. વલસાડના ધરમપુરમાં રહેતા 31 વર્ષિય આશિષ મહાલાનું હાર્ટઅટેકના કારણે નિધન થયું છે.  જે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખના ભાઈ હતા. અચાનક મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.                                             

  


રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વલસાડના ધરમપુરમાં 31 વર્ષનો યુવક ધબકાર ચૂકી ગયા. શનિવારે  આશિષ અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને  મૃત જાહેર કર્યાં હતા. આજ રોજ આશિષ મહાલા ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. આશાસ્પદ યુવકના અચાનક મોતથી પરિવાર શોકામગ્ન છે.


તો બીજી તરફ 30 વર્ષીય ભાજપ યુવા મોરચાના મંત્રી ભદ્રેશ પટેલનું આજે ઘરમાં જ હાર્ટ એટેકથી નિધન થયુ છે. યુવા નેતાના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.                                   


આજની આધુનિક જીવનશૈલીમાં યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લામાં ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. અરવલ્લી જિલ્લા ભાજપા યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરી રહેલા 30 વર્ષીય ભદ્રેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો, ભદ્રેશ પટેલને બાયડના તેનપુરમાં તેમના ઘરે જ હાર્ટ એટેક આવ્યો અને બાદમાં મોતને ભેટ્યા હતા. ભાજપ નેતાના મોતથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે, અરવલ્લી જિલ્લા ભાજપા આગેવાનોએ ભારે દુઃખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.