Bride Groom Video: અહીં કન્યાને લગ્ન મંડપમાં તેનો વર  ગધેડો ભેટમાં આપે છે.  આ જોઇને તે હસીને લોટપોટ થઇ જાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 


આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો  છે. આમ પણ લગ્નના  વીડિયોમાં દુલ્હા અને દુલ્હન પોતાની ફની સ્ટાઇલ અને ડાન્સથી લોકોના દિલ જીતી લે છે. તેથી કોઈપણ મેરેજના વીડિયોમાં ખૂબ વાયરલ થાય છે.  હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે ફક્ત વર-કન્યા સાથે સંબંધિત છે. આમાં વરરાજા તેની દુલ્હનને ગધેડો ગિફ્ટ કરતો જોવા મળે છે.



દુલ્હનને ગિફ્ટ કર્યો ગધેડો


વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે વરરાજા લગ્નમાં જ પોતાની દુલ્હનને ગધેડો ભેટમાં આપે છે. આ દરમિયાન તે તેનાથી જોડાયેલી ઘણી વાતો પણ કહે છે. તેનું કહેવું છે કે તેને ગધેડા બહુ ગમે છે. તેઓ ખૂબ મહેનતુ પણ હોય છે. ગધેડો મળ્યા બાદ દુલ્હન પણ ખુબ ખુશ દેખાઈ રહી છે. હવે નેટીઝન્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.


દુલ્હન અને વરરાજા સાથે સંબંધિત આ વીડિયો abdulsamdziaandazlanshahofficial નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું, "વારિશાને એક સાથે બે ગધેડા મળ્યા."


Russia Ukraine War: યુદ્ધગ્રસ્ત યુક્રેન અંગે વાત કરતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં પોપ ફ્રાંસિસ, જુઓ વીડિયો


Pope Francis On Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ 10 મહિના પછી પણ અટક્યું નથી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, તો બીજી તરફ લાખો લોકો બેઘર બન્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન, પોપ ફ્રાન્સિસ યુક્રેનની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ભાવુક અને રડતા દેખાયા હતા.


પોપ મધ્ય રોમમાં સ્પેનિશ સ્ટેપ્સ પાસે પ્રાર્થના સેવામાં હાજરી આપી હતી જ્યાં તેમણે યુક્રેન અને યુદ્ધ વિશે વાત કરી હતી અને લાગણીશીલ થઈ ગયા હતા. ડેઈલીમેલના અહેવાલ અનુસાર, વાત કરતી વખતે પોપના ગળે ડૂમો બાજી ગયો અને ત્યાં હાજર લોકો સમજી ગયા કે તેઓ ભાવુક થઈ રહ્યા છે.


માનવતા માટે આ એક મોટી ખોટ 


પોપને આટલા ભાવુક થતા જોઈને લોકોએ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કર્યા અને ભાષણ પૂરું કરવા વિનંતી કરી. પોપ લગભગ 30 સેકન્ડ સુધી મૌન રહ્યા અને પછી યુક્રેનિયનો માટે પ્રાર્થના સાથે તેમનું ભાષણ પૂરું કર્યું. અહેવાલો અનુસાર, પોપે આ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ ખૂબ પીડાદાયક છે. માનવતા માટે આ એક મોટી હાર છે.





Published at: 11 Dec 2022 12:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.