દિલ્લીમાં રોહિણી વિસ્તારમાં એક યુવકનું જિમમાં ટ્રેડમિલ પર દોડતા અચાનક મોત થઇ ગયું. કારણ જાણીને આપ ચોંકી જશો.દિલ્લીના રોહિણી વિસ્તારના એક ફિટનેસ પોઇન્ટમાં એવી ઘટના બની કે સૌ કોઇ સાંભળીને ચોંકી જશે. અહીં ટ્રેડમિલ પર દોડતો એક યુવક ઢળી પડ્યો અને તેમનું મોત થઇ ગયું. ટ્રેડમીલમાં કરંટ આવતા આ યુવકનું વીજ કરંટથી મોત થયાનું સામે આવ્યું છે. જિમમાં એક્સસરાઇઝ દરમિયાન હાર્ટ અટેકથી મોતના અનેક કિસ્સા આપણે જોતા વાંચ્યા અને સાંભળ્યા છે પરંતુ આ એક ચોંકાવનારો કિસ્સો છે.                    


ઘટના બાદ યુવકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ધટનમાં મોતનું સાચુ કારણ સામે આવતા પરિજનોએ ગેર ઇરાદતન હત્યા અન મશીનરી સબંધિત લાપરવાહીના મુદ્દે જિમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 


જિમમાં એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા આ વાતનું રાખો ઘ્યાન


જિમમાં આપ જે સાધન પર એક્સરસાઇઝ કરી રહ્યાં છો તેમાં આપને થોડી પણ ગરબડ અનુભવાય તો તરત જ એક્સરસાઇઝ બંધ કરી દો. જિમના સાધનોનું બરાબર ચકાસણી કરીને યુઝ કરો ઉપરાંત જિમમાાં હાર્ટ અટેકના પણ અનેક કેસ સામે આવ્યાં છે. જિમમાં જો ટ્રે઼ડમિલ કરતા આપને અસહજ અનુભવાય. શ્વાસ લેવામાં તકલીફ પડે. વધુ થાક અનુભવાય તો શ્વાસ ઘૂંટાવવા લાગે તો તરત જ એક્સરસાઇઝ બંધ કરીને પાણી પીલો અને શાંતિ થોડો સમય એક જગ્યા બેસી રહો. 


 ટ્રેડમિલ પર 220 ફોર્મ્યુલા


ફિટનેસ ટ્રેનર્સ અને ડોકટરોના જણાવ્યા અનુસાર ટ્રેડમિલ પર દોડતી વખતે લિમિટનું ધ્યાન રાખો. ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવા માટે ઓવર સ્પીડમાં ન દોડો. ટ્રેડમિલ પર દોડતી વખતે 220 ફોર્મ્યુલા યાદ રાખો. જો તમારી ઉંમર 50 વર્ષ છે તો હૃદયના ધબકારા 170 થી ઉપર જવા ન દો. જો તમે 40 વર્ષ સુધીના છો તો તમારા હૃદયને 180 વર્ષ સુધી રાખો. ખૂબ જ ઉંચો ધબકારા સ્ટ્રોક અથવા છાતીમાં દુખાવો અને ઝડપી શ્વાસની તકલીફ તરફ દોરી શકે.



  • જો આપ જીમમાં હળવી કસરતો કરતા હોવ તો ફિટનેસ ટ્રેઈનરની જરૂર નથી, પરંતુ જો આપ  હાર્ડ વર્કઆઉટ કરો છો તો  તે એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કરવી જોઇએ.

  • આજકાલ કોઈપણ વ્યક્તિ ફિટનેસની તાલીમ આપવાનું શરૂ કરે છે, તો એ પણ ધ્યાનમાં રાખો કે ટ્રેનર પ્રમાણિત છે. જો તમારે ફિટનેસ પર યોગ્ય રીતે કામ કરવું હોય, વજન ઓછું કરવું હોય કે એબ્સ બનાવવા હોય તો આ કામ કોઈ ટ્રેન્ડ વ્યક્તિની મદદથી કરો.

  • વેઈટ ટ્રેનિંગ દરમિયાન યોગ્ય ટેકનિક અને યોગ્ય આહાર જરૂરી છે, નહીં તો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મસલ્સ બિલ્ડિંગ માટે યોગ્ય વર્કઆઉટને અનુસરો અને પરિણામ મેળવવા માટે ઉતાવળ કરશો નહીં


    આ પણ વાંચો


ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી


છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial