Pakistan Earthquake: પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ઈસ્લામાબાદ અને પંજાબના અન્ય ભાગોમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન નજીક હતું, જેની ઉંડાઈ 150 કિમી હતી અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી.






પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા 


NSMC અનુસાર રાવલપિંડી, મુરી, ખૈબર પખ્તુનખ્વા અને પંજાબના અન્ય ઘણા ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ મહિનામાં પાકિસ્તાનમાં આ ત્રીજો ભૂકંપ છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ દરમિયાન રિક્ટર સ્કેલ પર 5.8 તીવ્રતા માપવામાં આવી હતી. એનએસએમસીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. તે જ સમયે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં હતું અને તેની ઊંડાઈ 173 કિમી હતી. માહિતી આપતાં એનએસએમસીએ જણાવ્યું હતું કે, ગિલગિટ, પાકપટ્ટન, લકી મારવત, નૌશેરા, સ્વાત સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


આ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા


પાકિસ્તાનના પેશાવર, ચિત્રાલ, ખૈબર જિલ્લા, ટાંક, બાજૌર, મર્દાન, મુરી, માનસેરા, મુલતાન, કોટલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ માત્ર પાકિસ્તાનમાં જ અનુભવાયો ન હતો, પરંતુ ભારત સહિત અન્ય પડોશી દેશોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી. NSMC અનુસાર, પાકિસ્તાનમાં ભૂકંપ એક સામાન્ય બાબત છે. આ ભૂકંપના એક દિવસ પહેલા પંજાબના ભાગોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે પાકિસ્તાનમાં સૌથી ખતરનાક ભૂકંપ વર્ષ 2005માં આવ્યો હતો. આ ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા.


આ પણ વાંચો: Pakistanના બલૂચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 39 મુસાફરોના મોત


Big accident in Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનના લાસબેલામાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે પાકિસ્તાની મીડિયાને આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે લગભગ 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું. લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ બ્રિજના પિલર સાથે અથડાઇ હતી.ત્યારબાદ બસ ખીણમાં ખાબકી હતી અને આગ લાગી હતી.


અકસ્માતમાં 39 લોકોના મોત 


અંજુમે જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ દરમિયાન ઈધી ફાઉન્ડેશનના સાદ ઈધીએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.