Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, બોટાદ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે.


ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ


ગીરસોમનાથના વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠા ના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ચોમાસાની ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાના એંઘાણ છે. ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ સાનુકૂળ દેખાઇ રહી છે. હવે ચોમાસાને આગમનને પણ 24 કલાક જેટલો જ સમય રહી ગયો છે.




સવારે બે કલાકમાં 21 તાલુકામાં વરસાદ


સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખેડા, પંચમહાલ, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, વડોદરા, આણંદમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે ખેડાના વસોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ધોળકા, મહેમદાબાદ, હાલોલમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના સાયન્સ સિટી, થલતેજ, એસ.જી.હાઈવે, સોલા, ગોતા, જુહાપુરા, સરખેજ, નારોલ, વટવા સહિતના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ સહિત ઠેર ઠેર પાણી ભરાઇ જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. 




આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આજથી આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી છે.  આજે અને આવતીકાલે વલસાડ અને દમણ... તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ... તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા


ગોધરા         3.75 ઈંચ


માતર          3.50 ઈંચ


લોધિકા        3.50 ઈંચ


ડેસર           3 ઈંચ


પેટલાદ        2.75 ઈંચ


ઉમરેઠ          2 ઈંચ


હાલોલ         2 ઈંચ


નડીયાદ        2 ઈંચ


જેસર           2 ઈંચ


કાલોલ         2 ઈંચ


સોજીત્રા         2 ઈંચ


સાવલી         2 ઈંચ


ઠાસરા          2 ઈંચ


ઉમરગામ       2 ઈંચ


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial