ઝારખંડના ડુમરીના ધારાસભ્ય જયરામ મહતોની દાદીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં જયરામ મહતોની દાદી 84 વર્ષીય ઝુપરી દેવી શાકભાજી વેચતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ફોટો ધનબાદના તોપખાના હટિયાનો હોવાનું કહેવાય છે.
પિતાના અવસાન પછી માતા અને દાદીએ ઘર સંભાળ્યું
કહેવાય છે કે, જયરામ મહતોના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી દાદી અને માતાના ખભા પર આવી ગઈ. પછી દાદી અને માતાએ તેને ભણાવ્યો અને શાકભાજી વેચીને મોટો કર્યો. આજે તેનો પૌત્ર ધારાસભ્ય બની ગયો છે પરંતુ દાદી આજે પણ બજારમાં શાકભાજી વેચે છે. જયરામ મહતોની સાથે તેની માતા અને દાદીએ પણ ઘણો સંઘર્ષ કર્યો હતો.
તેનું જ પરિણામ છે કે આજે જયરામ મહતો ડુમરીના ધારાસભ્ય છે, તેમને વિસ્તારની જનતાએ ચૂંટ્યા છે. તેમના પિતાના અવસાન પછી, જયરામ મહતોની માતા અને દાદીએ શાકભાજી વેચીને તેમના શિક્ષણની સંભાળ લીધી. આજે જયરામ મહતો ડુમરીના ધારાસભ્ય બની ગયા છે, પરંતુ આજે પણ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર થયો નથી.
ધારાસભ્ય ફોન પર ગેમ રમતા બાળકોને સમજાવે છે
જયરામ મહતોનો બાળકોને સમજાવતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે PUBG અને ફ્રી ફાયર રમતા બાળકોને સમજાવે છે કે, “જીવનમાં કંઇક બનવું હોય તો આવી ગેઇમ રમવાનું છોડી દો. વીડિયોમાં બાળકો પણ તેમની વાત ધ્યાનથી સાંભળતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
જયરામ મહતોનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે શેરડીનો રસ વેચતા વ્યક્તિ પાસેથી ખાવાનું માગતા જોવા મળે છે. હાલ તેમની દાદી અને માતાનો શાકભાજી વેચતો વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્શાવે છે કે, ધારાસભ્ય બન્યા બાદ પણ તેમની જીવનશૈલી મહેનતુ અને સાદી છે. તેમની લાઇફસ્ટાઇલમાં કોઇ પરિવર્તન નથી આવ્યું.