Nitish Kumar Reddy: નીતિશ રેડ્ડીએ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યું છે. સદી પૂરી કર્યા પછી, તે ઘૂંટણિયે બેસી ગયો, પછી હેલ્મેટને બેટ પર મૂક્યૂ. તેની ઉજવણી કરવાની રીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેની સાથે ટીમ ઈન્ડિયાનો આખો ડગઆઉટ આ ઐતિહાસિક ઈનિંગથી ઉત્સાહિત હતો. હવે નીતિશે પોતે જ આ ઉજવણીનું રહસ્ય જાહેર કર્યું છે.






બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતિશ રેડ્ડીએ તેની ઉજવણીનું કારણ જણાવતા કહ્યું કે, "સદી પૂરી કર્યા પછી, મેં બેટ રાખ્યું અને તેની ઉપર હેલ્મેટ મૂક્યું. હેલ્મેટ પર ત્રિરંગો હોય છે અને હું તિરંગાને સલામી આપી રહ્યો હતો. દેશ માટે રમમવું એ પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે.






નીતીશ રેડ્ડીએ ત્રીજા દિવસે વોશિંગ્ટન સુંદર સાથે 128 રનની ભાગીદારી કરી હતી. આ ટેસ્ટ મેચમાં નીતિશે 114 રનની ઇનિંગ રમી હતી જ્યારે સુંદરે 50 રનનું યોગદાન આપ્યું હતું. તમને યાદ અપાવી દઈએ કે નીતીશ રેડ્ડીએ ત્રીજા દિવસે સદી પૂરી કર્યા બાદ તેમના પિતા મુત્યાલા રેડ્ડી ઉત્સાહથી ભરેલા જોવા મળ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ પણ નીકળતા જોવા મળ્યા હતા.


જ્યારે 21 વર્ષીય યુવા ખેલાડીએ પોતાની સદી પૂરી કરી ત્યારે મોહમ્મદ સિરાજ નીતિશ સાથે બેટિંગ કરી રહ્યો હતો. સિરાજે પણ તેના યુવા સાથીનું મનોબળ વધારવા માટે ક્રિઝ પર સમય વિતાવ્યો. સિરાજની કંપની વિશે નીતીશ રેડ્ડીએ કહ્યું, "સિરાજ હંમેશા ઉત્સાહથી ભરેલો છે. તે મને કહેતો હતો કે, 'તું ચોક્કસપણે સદી પૂરી કરીશ.' તેનો આત્મવિશ્વાસ ભરપૂર હતો, મને તેને જોઈને સારું લાગ્યું.


આ પણ વાંચો...


IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ