ગુજરાતમાં ફરી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં ઓમિક્રોન સંક્રમણનો કેસ નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત પ્રથમ કેસમાં દસ દિવસ બાદ પણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી
ગુજરાતમાં ફરી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં ઓમિક્રોન સંક્રમણનો કેસ નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત પ્રથમ કેસમાં દસ દિવસ બાદ પણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી. જામનગરમાં વિદેશી આવેલી જે પ્રથમ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની દસ દિવસની સારવાર બાદ પણ તેનો ફરી એકવાર રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો છે. ઓમિક્રોનું સંક્રમણ સારવાર છતાં પણ દસ દિવસમાં ઓછું ન થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વઘારો થયો છે. ઉલ્લેખનિય છે કે,ઓમિક્રોનથી સંક્રમિત આ 3 દર્દીઓની સતત મેડિકલ મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યાં છે અને ત્રણેય દર્દીના દર ત્રણ દિવસે રિપોર્ટ કરાવાયા છે.
રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ
લ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 56 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે. આજે 2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 12, ભાવનગર કોર્પોરેશનમાં 5, કચ્છ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 4, પાટણ 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 549 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10099 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.