Israel-Iran War:ઈરાને ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી જેને ઈઝરાયેલે હવામાં નષ્ટ કરી દીધી હતી. જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાનની એક પણ મિસાઈલ જમીન પર પડી નથી, તેમ છતાં ઈરાને ઈઝરાયેલને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયેલ પર 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તમામ મિસાઇલોને તોડી પાડી દીધી છે. જો કે, કેટલીક મિસાઇલોના ટુકડા જમીન પર પડ્યા હતા, કાટમાળમાં દબાઇ જતાં પશ્ચિમ કાંઠે બે લોકો ઘાયલ થયા હતા. ઈરાનની એક પણ મિસાઈલ જમીન પર પડી ન હોવા છતાં પણ તેણે ઈઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. કેવી રીતે? જાણો.
ઈરાને ઈઝરાયેલ પર ફતહ-2 મિસાઈલ છોડી હતી
નોંધનિય છે કે. આ વખતે ઈરાને ઈઝરાયેલના શહેરો પર ફતહ-2 મિસાઈલથી હુમલો કર્યો હતો. આ એક હાઇપરસોનિક મિસાઇલ છે, જે 16 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં ઈરાને જાણી જોઈને આ મિસાઈલોનો મોટી સંખ્યામાં ઉપયોગ કર્યો, જેથી ઈઝરાયેલને વધુમાં વધુ નુકસાન થઈ શકે.
મિસાઇલે જમીન પર પડ્યા વિના કેવી રીતે ઇઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું?
દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલોને અમેરિકન-ઇઝરાયેલ એરો-3 અને એરો-2 ડિફેન્સ સિસ્ટમ રોકે છે. જ્યારે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ ટૂંકા અંતરની મિસાઇલો અને રોકેટોને ખતમ કરવા માટે છે. એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની કિંમત 35 લાખ ડોલર (લગભગ 30 કરોડ રૂપિયા) છે. ડેવિડના સ્લિંગમાંથી એક સમયે 1 મિલિયન ડોલર (8.30 કરોડ)ની મિસાઇલો છોડવામાં આવે છે. આ મુજબ 180 મિસાઈલોને નષ્ટ કરવામાં ઈઝરાયેલને લગભગ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ઈરાને ઈઝરાયેલના આ ખાસ સ્થળો પર હુમલો કર્યો હતો
ઈરાને ઈઝરાયેલમાં ચોક્કસ સ્થળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમાં મોસાદ હેડક્વાર્ટર, નેવાટીમ એરબેઝ અને ટેલ નોફ એરબેઝનો સમાવેશ થાય છે. જોકે, એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને કહ્યું - અમે ઈઝરાયેલની હિમાકતનો જવાબ આપ્યો છે, જે આપણા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ પહેલા 27 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર 80 ટનના બસ્ટર બંકર બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.