તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અહીં તેની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારે સોમવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. સંગીતકાર છેલ્લા બે અઠવાડિયાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ હતા.