આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 2.0 હેઠળ સરકારે મહત્વના ફેંસલા લીધા છે. જે કર્મચારીઓ પહેલા પીએફ સાથે રજિસ્ટર્ડ નહોતા અને જેમનો પગાર 15 હજારથી ઓછો છે તેમને આ યોજનાનો વિશેષ લાભ મળશે. જે લોકો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી નોકરીમાં નહોતો પરંતુ તે બાદ પીએફમાં જોડાયા છે તેમને લાભ મળશે. યોજના 30 જૂન 2021 સુધી લાગુ રહેશે.
સરકાર બે વર્ષ સુધી 1000 સુધીની સંખ્યાવાળા કર્મચારીઓની સંસ્થાને નવા ભરતી થનારા કર્મચારીને પીએફનો પૂરો 24 ટકા હિસ્સો સબ્સિડી તરીકે આપશે. 1 ઓક્ટોબર,2020થી લાગુ થશે. 1000થી વધારે કર્મચારીઓવાળી સંસ્થામા નવા કર્મચારીના 12 ટકા પીએફના યોગદાન માટે સરકારે બે વર્ષ સુધી સબ્સિડી આપશે. તેમાં લગભગ 95 ટકા સંસ્થા આવરી લેવાશે અને કરોડો કર્મચારીઓને ફાયદો થશે.