રાજકોટઃ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાના દૈનિક કેસો ઘટ્યા પછી નવેમ્બર મહિનામાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. દિવાળી પહેલા જ રાજકોટમાં કોરોના વકરતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાના કેસો 15 ટકા વધી ગયા છે.


કોરોનાએ ઉથલો મારતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો. ગળે મળવાને બદલે દૂરથી નવા વર્ષેમાં પ્રણામ કરો. લોકો ખરીદીમાં નીકળે સારી વાત પણ તકેદારી રાખે. સોશિયલ ડિસ્ટન્સ રાખે અને માસ્ક લોકો માસ્ક પહેરે તેમ જણાવ્યું હતું. રાજકોટમાં આઠ દિવસમાં કોરોના કેસમાં 15 ટકાનો વધારો થયો છે. આઠ દિવસ પહેલા રાજકોટમાં 20થી 25 કેસ હતા. અત્યારે 50 કેસ આવી રહ્યા છે.