Floating Gold Ambergris Found In Whale: વૈજ્ઞાનિકોને ઉત્તર પશ્ચિમ આફ્રિકા નજીક એટલાન્ટિક મહાસાગરમાં 4 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 'ફ્લોટિંગ સોનું' મળ્યું છે. આ સોનાને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ લા પાલમાસના વૈજ્ઞાનિકોને વ્હેલના શબની અંદર આ ઉલટી મળી આવી છે. તેને એમ્બરગ્રીસ પણ કહેવામાં આવે છે.

Continues below advertisement






એટલાન્ટિક મહાસાગરમાંથી મળ્યું રૂપિયા 4 કરોડનું સોનું


એટલાન્ટિક મહાસાગરમાં આફ્રિકન તટ નજીક સ્થિત સ્પેનના કેનેરી દ્વીપના કિનારે વૈજ્ઞાનિકોને 4 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 'ફ્લોટિંગ સોનું' મળ્યું છે. કેનેરી ટાપુઓના કિનારે એક વિશાળ વ્હેલ માછલીનું શબ ધોવાઇ ગયું હતું. જ્યારે વૈજ્ઞાનિકોએ તેને જોયું તો તેઓ જાણતા ન હતા કે તેના આંતરડામાં અમૂલ્ય ખજાનો છુપાયેલ હોઈ શકે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આ વ્હેલ માછલીનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમને આંતરડાની અંદર વ્હેલની ઉલટી મળી છે જેને 'ફ્લોટિંગ ગોલ્ડ' કહેવામાં આવે છે.


વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સમુદ્રની અંદર જોરદાર મોજા અને ભરતીના કારણે તેમને પોસ્ટમોર્ટમમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં, લાસ પાલમાસ યુનિવર્સિટીના એનિમલ હેલ્થ એન્ડ ફૂડ સિક્યુરિટી ઇન્સ્ટિટ્યૂટના વડા એન્ટોનિયો ફર્નાન્ડીઝ રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે તેઓ વ્હેલનું મૃત્યુ કેવી રીતે થયું તે શોધવા માટે મક્કમ હતા. તેમણે કહ્યું કે વ્હેલના પાચનતંત્રમાં સમસ્યા હતી. જ્યારે તેણે વ્હેલના ગુદામાર્ગ અથવા આંતરડાની તપાસ કરી, ત્યારે તેમને ત્યાં કંઈક ખૂબ જ સખત ફસાયેલું જણાયું. હતું.


જાણો શા માટે આ 'તરતું સોનું' દુર્લભ છે


એન્ટોનિયોએ કહ્યું, 'જ્યારે મેં તેને બહાર કાઢ્યું ત્યારે તે 9.5 કિલો વજનના પથ્થર જેવો હતો. તે સમયે સમુદ્રના મોજા વ્હેલને ધોઈ રહ્યા હતા. જ્યારે હું બીચ પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે બધા મારી તરફ જોઈ રહ્યા હતા પરંતુ કોઈને ખબર ન હતી કે મારા હાથમાં શું છે. હકીકતમાં તે વ્હેલની ઉલટી હતી. તેની દુર્લભતાને કારણે તેને ઘણીવાર ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. અત્તર બનાવવામાં સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તરતું સોનું 100 સ્પર્મ વ્હેલમાંથી માત્ર 1માં જ જોવા મળે છે.


વ્હેલની ઉલટીનો જન્મ કેવી રીતે થયો તેનું રહસ્ય 19મી સદીમાં બહાર આવ્યું હતું. નિષ્ણાતોના મતે, વ્હેલ માછલી મોટા પાયે સ્ક્વિડ અને કટલફિશ ખાય છે અને તેમાંથી મોટાભાગની માછલીઓ પચાવી શકાતી નથી. આ પછી વ્હેલ માછલીને ઉલટી કરે છે. જો કે આ પછી પણ અમુક ભાગ વર્ષો સુધી વ્હેલની અંદર રહે છે. એમ્બરગ્રીસ આમાંથી બનાવવામાં આવે છે. તે ઘન, મીણ જેવું, જ્વલનશીલ પદાર્થ છે જે આછો રાખોડી અથવા કાળો રંગનો છે. તે ઘણી વખત બહાર પણ આવે છે અને દરિયામાં તરતો જોવા મળે છે.


જ્વાળામુખી પીડિતોને તમામ પૈસા આપશે


એમ્બરગ્રીસ જે તાજી છે તે મળ જેવી ગંધ કરે છે. જો કે, પછી ધીમે ધીમે તે માટી જેવું થવા લાગે છે. તેની મદદથી બનેલા પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, મોંઘી બ્રાન્ડ્સ તેનો ઉપયોગ કરે છે અને ભારે કિંમત ચૂકવવા તૈયાર છે. આ કારણોસર ઘણી વખત શિકારીઓ વ્હેલનો શિકાર પણ કરે છે. વૈજ્ઞાનિકો ઉલ્ટીના વેચાણમાંથી મળેલી રકમ લા પાલ્મા જ્વાળામુખીના પીડિતોને દાન કરશે.