ભારત આજે તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. આદિત્ય L1 ને ISRO દ્વારા સવારે 11:50 વાગ્યે સૂર્યની શોધ માટે અવકાશમાં મોકલવામાં આવશે. સમગ્ર વિશ્વની નજર આના પર ટકેલી છે. ભારતના સ્પેસ મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ભૂતપૂર્વ કમાન્ડર અને અપોલો મર્ડર્સના લેખક ક્રિસ હેડફિલ્ડે કહ્યું છે કે ISRO ખૂબ જ શાનદાર કામ કરી રહ્યું છે.
હેડફિલ્ડે કહ્યું, "સ્પેસ કોમર્સ, જીપીએસ ઉપગ્રહો, હવામાન ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન્સ, ચંદ્ર સંશોધન, સૂર્ય મિશન, આ બધું એક જીવનકાળ કરતાં પણ ઓછા સમયમાં થયું છે. આ કોઈ સ્પેસ રેસ નથી. આ દરેક માટે એક નવો અંતરિક્ષ અવસર છે." રેસ એ વાતને લઇને છે કે, કોણ ટેક્નોલોજીને આર્થિક રીતે આગળ વધારી શકે.
સ્પેસ બિઝનેસને નફાકારક બનાવવા માટે ભારત મજબૂત સ્થિતિમાં છે
હેડફિલ્ડે કહ્યું કે, ભારત અવકાશ વ્યવસાયને નફાકારક બનાવવા માટે મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું, "મને લાગે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોથી આ જોયું છે. તેઓ સીધા ISRO સાથે સંકળાયેલા છે. અવકાશ મિશનને પ્રોત્સાહન આપવું એ ભારતીય નેતૃત્વનું એક સ્માર્ટ પગલું છે. સરકાર સ્પેસ બિઝનેસનો વિકાસ કરી રહી છે. અને ખાનગીકરણમાં વધારો કરી રહી છે. જેથી કરીને ઉદ્યોગો અને ભારતના લોકોને પણ તેનો લાભ મળે.
આ પણ વાંચો
Best 5G smartphones: ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો તો આ છે બેસ્ટ ઓપ્શન
Crime News: રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના, આદિવાસી મહિલાને પતિએ ગામ લોકો સામે નિર્વસ્ત્ર ફેરવી