Aditya L1 Launch Live: ISROનું આદિત્ય L1 અવકાશની સફર માટે નીકળ્યું, લાખો લોકો બન્યા સાક્ષી

ચંદ્રયાન-3 દ્વારા ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે સૂર્ય તરફ છલાંગ લગાવી છે. ISROએ આજે ​​(02 સપ્ટેમ્બર) આદિત્ય L1 લોન્ચ કર્યું છે. આ ભારતનું પ્રથમ અંતરિક્ષ સૌર મિશન છે

gujarati.abplive.com Last Updated: 02 Sep 2023 12:00 PM
ISRO Solar Mission: આદિત્ય L1નું લોન્ચિંગ જોવા માટે શ્રીહરિકોટામાં મોટી સંખ્યામાં લોકો હાજર.

ISROના સૌર મિશન આદિત્ય L-1ના પ્રક્ષેપણને જોવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR, શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર છે.





Aditya L1 Launching: આદિત્ય L1નું થયું લોન્ચ, ભારતનું પ્રથમ સૌર અંતરિક્ષ મિશન

આજે ફરીએ એકવાર ઇસરોએ ઇતિહાસ રચતા આદિત્ એલવનનું પક્ષેપણ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભારતે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું. આદિત્ય L1 સૂર્યનો વિગતવાર અભ્યાસ કરવા માટે સાત અલગ-અલગ પેલોડ વહન કરે છે.





Aditya L1 Solar Mission: આદિત્ય L1 પર ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું, પડકારરૂપ તેમજ ફાયદાકારક'

આદિત્ય L1 મિશન પર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલાસ્વામી અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે, "L1 બિંદુને હાંસિક કરીને તેની આજુબાજુ એક કક્ષ બનાવવું અને સટીક  શોધની સાથે પાંચ વર્ષ સુધી ટકી રહેવું તે ટેકનિકલ રીતે પણ મોટા  પડકારરૂપ છે.  જો કે તે વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક બનશે.  





Aditya L1 Solar Mission: આજનો દિવસ મહત્વપૂર્ણ

ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય L1 લોન્ચ પર કહ્યું, "આજનો દિવસ  ખૂબ જ મહત્વપૂર્ણ  છે. આદિત્ય L1 પરનું સૌથી મહત્વપૂર્ણ સાધન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે, તેનો અભ્યાસ ફક્ત સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ થઈ શકે છે."





ISRO Solar Mission: ગ્રહનું હવામાન જાણવામાં મદદ કરશે આ સૌર મિશન: JNP પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રા

જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ, દિલ્હીના પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રાએ આદિત્ય L1 પર કહ્યું, 'અન્ય દેશોની અવકાશ એજન્સીઓ સૂર્ય પર અવલોકનો કરી ચૂકી છે. ભારતમાં સૂર્યની વેધશાળા નથી. આદિત્ય L1 સાથે, ભારત સૂર્ય પર અવલોકનો પણ કરી શકશે, જે અમને અવકાશ હવામાન અને આગામી અવકાશ મિશનને સમજવામાં મદદ કરશે.





ISRO અને ભારત માટે આ એક મોટું મિશન છે - ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક

ISRO Solar Mission: આદિત્ય L1 થોડા કલાકોમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ અંગે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતે જણાવ્યું હતું કે, "ઈસરો અને ભારત માટે આ એક મોટું મિશન  છે. નવી સ્પેસ પોલિસીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સ્પેસ ઈકોનોમીમાં ઈસરો મોટી ભૂમિકા ભજવશે. તેથી, ઈસરોએ આ એક મોટું મિશન હાથ ધર્યું છે.





Aditya-L1 Solar Mission: આદિત્યની 'સારથી' PSLV

પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) 30 વર્ષથી ઇસરો ઉપગ્રહોને અવકાશમાં લઈ જાય છે. PSLV આદિત્ય એલ-1ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. તેને ઈસરોનું 'વર્કહોર્સ' કહેવામાં આવે છે. PSLV એ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 2008માં ચંદ્રયાન અને 2013માં મંગલયાન. આ ISROનું સૌથી ભરોસાપાત્ર રોકેટ છે અને આદિત્ય એલ-1 આજે તેના 59માં મિશન પર લઈ જશે. તેની ક્ષમતા 1750 કિગ્રા વજન 600 કિમી સુધી લઈ જવાની છે.

ISRO Solar Mission: સૂર્ય પર ઉપગ્રહો મોકલતા દેશો

અમેરિકા- પાયોનિયર 5- 1960, જર્મની અને અમેરિકાનું મિશન- હેલિઓસ- 1974, જાપાન- હિનોટોરી- 1981, યુરોપિયન સ્પેસ એજન્સી- યુલિસિસ- 1990 અને ચીન- AS0S- 2022.

આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ માટે વારાણસીમાં હવન

આજે, શ્રીહરિકોટાથી ISROના આદિત્ય L1 મિશનના સફળ પ્રક્ષેપણ માટે વારાણસીમાં હવન કરવામાં આવી રહ્યો છે.





Aditya L1 Laucnhing: લોંચ જોવા માટે લોકો ચેન્નાઈથી શ્રીહરિકોટા પહોંચ્યા

આદિત્ય L1 મિશનનું પ્રક્ષેપણ નિહાળવા માટે ચેન્નાઈથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચેલી મહિલાએ કહ્યું, “અમને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે, અમે પ્રક્ષેપણ જોવા માટે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. આ પહેલી વાર છે, હું અહીં આવી છું. હું મારી  ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.





Aditya L1 Laucnhing: લોંચ જોવા માટે લોકો ચેન્નાઈથી શ્રીહરિકોટા પહોંચ્યા

આદિત્ય L1 મિશનનું પ્રક્ષેપણ નિહાળવા માટે ચેન્નાઈથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચેલી મહિલાએ કહ્યું, “અમને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે, અમે પ્રક્ષેપણ જોવા માટે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. આ પહેલી વાર છે, હું અહીં આવી છું. હું મારી  ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.





Aditya L1 Mission: નાસાએ પ્રથમ વખત વર્ષ 1960માં પાયોનિયર-5 લોન્ચ કર્યું હતું

 સૂર્ય વિશે જાણવા માટે નાસાએ પ્રથમ વખત વર્ષ 1960માં પાયોનિયર-5 લોન્ચ કર્યું હતું. હાલમાં 4 અવકાશ મિશન લેગ્રેન્જ પોઈન્ટ પાસે છે. વર્ષ 2021માં પાર્કર સોલર પ્રોબ કોરોનામાંથી પસાર થયું હતું, જે સૌથી નજીક હતું. સૌથી સસ્તું સૌર મિશન ભારતનું છે, જેની કિંમત લગભગ રૂ. 379 કરોડ છે. 27 વર્ષથી, L-1 પર નાસા-યુરોપિયન એજન્સીના ઉપગ્રહો છે.

Aditya L1 Launch Live: સૂર્યની યાત્રા 5 તબક્કામાં થશે

પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા પાંચ તબક્કામાં હશે, જેમાં પ્રથમ તબક્કો - પીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ, બીજો તબક્કો - પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષાનું વિસ્તરણ, ત્રીજો તબક્કો - પ્રભાવના ક્ષેત્રની બહાર, ચોથો તબક્કો. - ક્રુઝ તબક્કો અને પાંચમો તબક્કો - હેલો ઓર્બિટ. L1 એ બિંદુ છે.

Aditya-L1 Solar Mission: સૂર્ય સુધી ભારતની યાત્રા

ભારત આગામી કેટલાક મહિનામાં સૂર્ય સુધી પ્રવાસ કરશે. આ માટે ISRO આદિત્ય L1 મિશન શરૂ કરી રહ્યું છે. તેનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય L1 તેના ગંતવ્ય લેગ્રેન્જ-પોઇન્ટ પર પહોંચશે, જેનું અંતર 1.5 મિલિયન કિમી છે. તેને પહોંચવામાં 127 દિવસ લાગશે અને તેનું બજેટ લગભગ 379 કરોડ રૂપિયા છે.

સૂર્ય મિશનનો હેતુ શું છે?

ઈસરોના સૂર્ય મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને પવનનો અભ્યાસ કરવાનો છે, સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરવાનો છે, સૌર વાવાઝોડાની ઘટનાનું કારણ શોધવાનો છે,  તેમજ સૌર તરંગો અને પૃથ્વી પર તેની અસર શોધવાની સાથે  વાતાવરણ અને અવકાશમાં સૌર કિરણોત્સર્ગની અસરોની તપાસ કરવાનોછે 

Aditya-L1 Solar Mission: જ્યાં પહોંચશે L-1 સૂર્યયાન, એ બિંદુ જાણો

સૂર્યયાનનું L-1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક કાલ્પનિક બિંદુ છે, જે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે. અહીં પૃથ્વી-સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લગભગ અસર કરતું નથી. ઈંધણના ઓછા વપરાશને કારણે તમને વધુ સમય મળશે. ગ્રહણ દરમિયાન સૂર્ય છુપાશે નહીં, 24 કલાક દેખાશે. સૂર્યમાંથી નીકળતા તોફાનો અહીંથી પસાર થાય છે. તેનું નામ વૈજ્ઞાનિક લુઈસ લેગ્રેન્જના માનમાં રાખવામાં આવ્યું હતું. નાસા-યુરોપિયન એજન્સીના ઉપગ્રહો અહીં 27 વર્ષથી છે.

Aditya L1 Launch Live: આદિત્ય L1ને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટાથી આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે. જેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.





બ્રેકગ્રાઉન્ડ

Aditya L1 Launch Live: 10 દિવસ પહેલા 23 ઓગસ્ટે ભારતે સ્પેસ ટેક્નોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. જ્યારે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. અમારું મિશન ચંદ્રયાન હજુ પણ ચાલુ છે પરંતુ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના 50 દિવસ બાદ ઈસરોનું બીજું મિશન તૈયાર છે. જેનું નામ આદિત્ય L1 છે. આ મિશન સૂરજ સાથે સંબંધિત છે. જે થોડા કલાકો બાદ પોતાની યાત્રા શરૂ કરવાની છે.


ચંદ્રયાન-3ના મૂન લેન્ડિંગના અધ્યાય સાથે ભારત અવકાશ વિજ્ઞાનમાં આગલું અનોખું પગલું ભરવા માટે તૈયાર છે. હવે સૂર્યનો વારો છે. દેશનું આ પ્રકારનું આ પ્રથમ અવકાશ મિશન છે. જે સૂર્યના સંશોધન સાથે સંબંધિત છે.


આદિત્ય L1 મિશનનું કામ સૂર્યના ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવાનું રહેશે, તેમાંથી સૂર્યના બાહ્ય પડની માહિતી એકત્ર કરવામાં આવશે. આદિત્ય L1 એ ઉપગ્રહ છે. જેને 15 લાખ કિલોમીટર દૂર મોકલીને અંતરિક્ષમાં જ સ્થાપિત કરવામાં આવશે.


સેટેલાઇટને L1 એટલે કે Lagrange Point 1 માં ઇન્સ્ટોલ કરવું પડશે. ગુરુત્વાકર્ષણ વગરના વિસ્તારને 'લેગ્રેન્જ પોઈન્ટ' કહેવાય છે. આદિત્ય L1 આ L1 બિંદુ પર સૂર્યની પરિક્રમા કરશે. કારણ કે સૂર્યગ્રહણ પણ L1 બિંદુથી ઉપગ્રહને અસર કરશે નહીં.


આ ઉપગ્રહ જ્યાં સ્થાપિત થશે તે ગુરુત્વાકર્ષણની બહારનો વિસ્તાર હશે, જ્યાં ન તો સૂર્ય કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચી શકશે. ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 સૂર્યના રહસ્યોની બારીઓને  ખોલશે અને એ જ બારી દ્વારા સૂર્ય વિશેની માહિતી આપણા સુધી પહોંચશે.


ઈસરો શનિવારે સવારે 11.50 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું પ્રથમ સૌર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચિંગથી લઈને ઓર્બિટ ઈન્સ્ટોલેશન સુધીની પ્રક્રિયામાં ત્રણ તબક્કા હશે.


પ્રથમ તબક્કો પીએસએલવી રોકેટનું પ્રક્ષેપણ છે. પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એટલે કે પીએસએલવીથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તેને પૃથ્વીની નીચેની કક્ષામાં મોકલવામાં આવશે. બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય એલ-1ની ભ્રમણકક્ષાને સતત વધારશે અને ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે. આ પછી, ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે L1 માં સ્થાપિત થશે.


આદિત્ય L1 ને પૃથ્વી છોડીને લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચવું પડશે અને આ પ્રક્રિયામાં તેને 125 દિવસ એટલે કે લગભગ 4 મહિના લાગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.