પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાની મીડિયાએ સૂત્રો દ્રારા આ અહેવાલ મળ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પરવેઝ મુશર્રફ ગંભીર બીમારીઓનો શિકાર હતા. મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે.


મીડિયા રિપોર્ટ્સમાં મુશર્રફના પરિવારના સભ્યોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમીલોઇડિસના કારણે આજે તેમનું અવસાન થયું છે. તેઓ થોડા અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ હતા. 1999માં સફળ લશ્કરી બળવા પછી પરવેઝ મુશર્રફ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના 10મા રાષ્ટ્રપતિ હતા.


પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે (05 ફેબ્રુઆરી) નિધન થયું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં જન્મેલા મુશર્રફનું ભારત સાથેનું જોડાણ હતું. 1947ના ભાગલા દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. આ પહેલા તેમનો આખો પરિવાર રાજધાની દિલ્હીમાં રહેતો હતો. તેની માતાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં અભ્યાસ કર્યો હતો.


પરવેઝ મુશર્રફના જન્મના ચાર વર્ષ બાદ જ તેમના પરિવારે ભાગલા સમયે પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમનો આખો પરિવાર ભાગલાના થોડા દિવસ પહેલા પાકિસ્તાન પહોંચી ગયો હતો. વિભાજન પહેલા મુશર્રફનો પરિવાર ભારતમાં ઘણો સમૃદ્ધ હતો. તેમના પિતા અંગ્રેજ શાસનમાં મોટા અધિકારી હતા. તેમનો પરિવાર રાજધાનીમાં લગભગ દરેક જણ ઓળખતો હતો. મુશર્રફ પરિવારની જૂની દિલ્હીમાં મોટી કોઠી હતી. હવે ઘણા પરિવારો જૂની દિલ્હીમાં તેમના આ હવેલી જેવા મકાનમાં રહે છે.


 માતા બેગમ ઝરીનનો દિલ્હી સાથે લગાવ


પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફને ભારત પ્રત્યે ખૂબ લગાવ છે અને કેમ નહીં. તેણે તે દિવસો અહીં વિતાવ્યા છે જે દરેક યુવતીને યાદ રહે  છે. કોલેજના દિવસો કોણ ભૂલી શકે.  તેણે અહીં કોલેજ કરી હતી,.  2005માં પણ જ્યારે તેની માતા ભારતની મુલાકાતે આવી હતી ત્યારે તેણે લખનૌ, દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી અને  તેના જૂના દિવસો યાદ કર્યાં હતા. તેમના સમગ્ર પરિવારની ઘણી યાદો છે જે ભારતની રાજધાની દિલ્હી સાથે જોડાયેલી છે. ઝરીન 1940માં અહીં ભણતી હતી.


કેવી રીતે  થયું પરવેઝ મુશર્રફનું મૃત્યુ?


પરવેઝ મુશર્રફે એમાયલોઇડિસ સાથે લાંબી લડાઈ લડી હતી. આ એક દુર્લભ રોગ છે જે ત્યારે થાય છે જ્યારે એમીલોઇડ નામનું પ્રોટીન શરીરના અવયવોમાં જમા થાય છે. આ પ્રોટીનને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગથી હૃદય, કિડની, લીવર, બરોળ, ચેતાતંત્ર સૌથી વધુ પ્રભાવિત થાય છે. મુશર્રફ લાંબા સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હતા અને દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી