લગ્નમાં ભેટ આપવી એ  એક પરંપરા બની ગઇ   છે અને લોકો સોશિયલ મીડિયા પર  છવાઇ જવા માટે લગ્નને યાદગાર બનાવવા માટે કંઇક અવનવુ કરતા રહે છે. લગ્નનો એક એવો જ ફની વીડિયો વાયરલ થયો છે.


લગ્નમાં ભેટ આપવી એ  એક પરંપરા બની ગઇ   છે અને લોકો સોશિયલ મીડિયા પર  છવાઇ જવા માટે લગ્નને યાદગાર બનાવવા માટે કંઇક અવનવુ કરતા રહે છે. લગ્નનો એક એવો જ ફની વીડિયો વાયરલ થયો છે. જે જોઇને તમે  હસવાનું રોકી નહી શકો.


જીવનમાં મિત્રોનો રોલ પણ  ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે  મિત્રતા એક એવો સંબંધ છે. જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય છે અને   સુખ-દુઃખ વહેંચી શકાય છે,  તો  મિત્રને  મજાક મસ્તીનો પણ અધિકાર હોય છે.  કેટલાક મિત્રો તો બોડીગાર્ડની જેમ સપોર્ટ કરે છે. તો કેટલાક તમારા સુખદ પ્રસંગને મસ્તી કરીને યાદગાર બનાવી દે છે.


 


લગ્ન પ્રસંગનો ગિફ્ટ આપતો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વરરાજાના મિત્ર દુલ્હનને અનોખી ગિફ્ટ આપે છે. તેમની આ ગિફ્ટ જોઇને બધા જ દંગ રહી જાય છે અને હસવાનું રોકી શકતા નથી. સોશિયલ મીડિયા પર આ પ્રસંગનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જેના પર યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્ચયાં છે.


 


 આ વેડિંગ વીડિયોમાં સ્ટેજ પર વર-કન્યા સાથે આવી જ મજાક કરવામાં આવી છે. જ્યાં વરરાજા તેની દુલહ્ન સાથે સ્ટેજ પર ઉભા છે. ત્યારે તેમના મિત્ર હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતા સ્ટેજ પર આવે છે અને દુલ્હનને ગિફ્ટમાં હાથમાં ઝાડુ પકડવે છે. મિત્રનો આ મસ્તીનો મજેદાર અંદાજ જોઇને હાજર લોકો પણ દંગ રહી ગયા. આ મજેદાર પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે વાયરલ થઇ ગયો છે.