Gujarat Budget: ગુજરાત બજેટમાં પટેલ સરકાર ખેડૂતો માટે શું કરી શકે છે મોટી જાહેરાત ?

Gujarat Budget: આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજી રોજગારીનુ માધ્યમ બની રહેશે તેવી સંભાવના છે પરિણામે રાજ્ય સરકારે ડ્રોન ફલાઇંગ કોર્સની પણ શરૂઆત કરી છે.

Continues below advertisement

Gujarat Budget 2022: ચાલુ સપ્તાહે ગુજરાત બજેટ રજૂ થશે. ડ્રોન ટેકનોલોજીની ડિમાન્ડ દિન પ્રતિદીન વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરવા તૈયારીઓ આદરી છે. ખેતીવાડી સહિત અન્ય વિવિધ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત અન્ય નિયમો  ઘડવામાં આવશે.

Continues below advertisement

ડ્રોન ફ્લાઇંગ કોર્સ શરૂ થઈ શકે છે

ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય, તોફાન-કરફ્યુ વખતે પરિસ્થિતી પર નજર રાખવી હોય, એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુ મોકલવી હોય, ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજી રોજગારીનુ માધ્યમ બની રહેશે તેવી સંભાવના છે પરિણામે રાજ્ય સરકારે ડ્રોન ફલાઇંગ કોર્સની પણ શરૂઆત કરી છે.

વિવિધ ક્ષેત્રમાં ડ્રોનની માંગ વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં ડ્રોન પાયલોટની જરૂરિયાત પણ ઉભી થવાની છે. આ સંજોગોમાં સરકાર શિક્ષિત યુવાઓને રોજગાર મળી રહે તે હેતુસર ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવા માંગે છે.

વિધાનસભા બજેટ સત્રમાં ગુજરાત સરકાર ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરે તેવી શક્યતા છે. ગૃહ વિભાગે આ દિશામાં તૈયારીઓ શરૂ કરી છે. આ પોલીસી આધારે ડ્રોનના ઉપયોગ માટે કયાં,કેવી રીતે લાયસન્સ મેળવવુ, શું સાવધાની રાખવી તે તમામ નિયમો અમલમાં આવી શકે છે. ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરવા સરકાર તત્પર છે.

કેન્દ્રીય બજેટમાં પણ ડ્રોન સહિત આધુનિક ઉપકરણો પર ભાર

ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની મોદી સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. બજેટ 2022 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિત આધુનિક ઉપકરણો માટે સબ્સિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 ખેડૂત ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, પહેલા ડ્રોનના નામ પર એવું માનવામાં આવતું હતું કે તે સેના સંબંધિત સિસ્ટમ છે. પરંતુ હવે તે 21મી સદીની આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે.

Continues below advertisement
Sponsored Links by Taboola