Friendship Day 2023 in India: મિત્રતાના સંબંધની ઉજવણી કરવા માટે, દર વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ ફ્રેન્ડશિપ ડેનું શું છે મહત્વ અને ઇતિહાસ


ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે એટલે કે ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ મિત્રોને સમર્પિત દિવસ છે. દરેક વ્યક્તિના જીવનમાં, પરિવાર પછી, એવી કોઇ વ્યક્તિ ચોક્કસ હોય છે જેની સાથે ભલે લોહીનો સંબંધ ન હોય, પરંતુ હૃદયનો સંબંધ જીવનભર જોડાયેલો રહે છે.


મિત્રતાના આ સંબંધને ઉજવવા માટે દર વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે.આવો જાણીએ તેનું વિશેષ મહત્વ અને  ઈતિહાસ


મિત્રતા દિવસનો ઇતિહાસ


30 જુલાઈ, 1958 ના રોજ, પેરાગ્વેમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 2011માં, યુનાઈટેડ નેશન્સે 30 જુલાઈએ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ઉજવવાની જાહેરાત કરી હતી, જો કે, અમેરિકા, ભારત, બાંગ્લાદેશ જેવા ઘણા દેશો ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવે છે. એવું કહેવાય છે કે આ દિવસ વિશ્વના તમામ દેશોમાં મિત્રતા દ્વારા સુખ અને એકતાનો સંદેશ ફેલાવવાના ઉપાય તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.


ફ્રેન્ડશિપ ડેની શરૂઆત કેવી રીતે થઈ?


ફ્રેન્ડશિપ ડેની શરૂઆત વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કહેવાય છે કે 1935માં યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે એક વ્યક્તિની હત્યા કરી હતી. આ સમાચારથી દુઃખી થઈને તેના મિત્રએ આત્મહત્યા કરી લીધી. મિત્રતાનું આવું ઉદાહરણ સામે આવ્યા બાદ યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીવનમાં મિત્રોનું મહત્વ સમજાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


જીવનમાં મિત્રનું શું મહત્વ છે


ભારતીય પરંપરાની મિત્રતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. મિત્રોને આપણા જીવનના સુખ-દુઃખ સાથી ગણવામાં આવે છે, જ્યારે પણ મિત્રોની વાત આવે છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે. કૃષ્ણ-સુદામાની મિત્રતા મિત્ર પ્રત્યે પ્રમાણિકતા, ત્યાગ અને આદરની ભાવના દર્શાવે છે. જે સાચા મિત્રની નિશાની છે. કહેવાય છે કે કુટુંબ એ કુદરતની દેણ છે, પરંતુ મિત્રએ તમે અર્જિત કરેલી તમારી કમાણી છે. જેમાં  વ્યક્તિને મિત્ર પસંદ કરવાનો મોકો મળે છે. સાચો મિત્ર જીવનના દરેક વળાંક પર પડછાયાની જેમ આપણી સાથે રહે છે,