Funny Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાળક મેળામાં ચકડોળમાં બેસે છે. શરૂઆતમાં તો બહુ ખુશ થાય છે. પછી તેનો જે હાલ થાય છે તે જોવા જેવો છે. જુઓ વીડિયો.
આપણે બધાએ આપણાં શહેરોમાં મેળા દરમિયાન મોટા –મોટા ચકડોળ જોયો જ હશે. જેના પર ઝૂલતી વખતે, ઉપર જતી વખતે આખા શહેરનો એક અદભૂત નજારો જોવા મળે છે. આ ચકડોળ આપણને આપણા બાળપણની યાદ અપાવે છે. સાથે જ બાળકોમાં પણ આ ચકડોળમાં ઝૂલવાનો ભારે ક્રેઝ હોય છે. આવા ચકડોળમાં બેસવામાં મજા પણ આવે છે અને રોમાંચનો પણ અનુભવ થાય છે. આ સાથે ડર પણ લાગે છે. ચકડોળમાં બેઠા બાદ કેટલાકના હોંશ કોશ ઉડી જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, છે જેમાં એક બાળક મેળામાં ચકડોળમાં બેસે છે. શરૂઆતમાં તો બહુ ખુશ થાય છે. પછી તેનો જે હાલ થાય છે તે જોવા જેવો છે. ચકડોળ અટકવાનું નામ નથી લેતું અને બાળક ભગવાનને યાદ કરે છે અને પ્રાર્થન કરે છે કે જલ્દી ચકડોળ સ્ટોપ થઇ જાય.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં એક બાળક ચકડોળની મોજ માણતો જોવા મળે છે. વીડિયોમાં એક બાળક ચકડોળમાં બેસેલ જોવા મળે છે. જ્યાં સુધી સ્વિંગ શરૂ ન થયું હોય ત્યાં સુધી તો તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. જો કે ચકડોળ જ્યારે તેની રફકતાર પકડે છે, બાળકના હોંશકોશ ઉડી જાય છે અને તે બૂમો પાડવાનું શરૂ કરી દે છે. આ વીડિયો જોઇને યુઝર્સ તેનું હસવાનું રોકી શકતા નથી.
ચકડોળની હિલચાલને કારણે, ગભરાયેલ બાળક ખૂબ જ વિચિત્ર વર્તન કરવા લાગે છે, જેને જોઈને આપ હસવાનું નહી રોકી શકો. બાળક વારંવાર જય મહારાષ્ટ્ર, હર હર મહાદેવ, જય બજરંગ બલીનો નારા લગાવતો જોવા મળે છે જ્યારે ડરથી ભગવાનને યાદ કરે છે અને પોતાને બચાવવા માટે પ્રાર્થના કરે છે. આ પછી તે પોતાના પરિવારના સભ્યોને પણ યાદ કરતો જોવા મળે છે.
વીડિયો એકદમ ફની છે, જેને જોઈને યુઝર્સ હસવાનું રોકી નથી શકતા. બાળકની સ્થિતિ જોઈને લાગે છે કે હવે તે ક્યારેય હવે ચકડોળમાં બેસાનું નામ નહી લે, હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.