વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ મંગળવારે નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ્ટ (netherlands mark rutte)સાથે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેનમાં આના કારણે ઉભી થયેલી માનવીય સંકટ પર પોતાની ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં આ માહિતી આપી.
પીએમઓએ કહ્યું, "બંને નેતાઓએ યુક્રેનની તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરી અને ત્યાં ચાલી રહેલી માનવતાવાદી પરિસ્થિતિ પર તેમની ચિંતાઓ શેર કરી." પીએમઓ મુજબ, આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ફરી એક વખત બંને દેશોને સંઘર્ષનો અંત કરવા અને ચર્ચા અને કૂટનીતિના રસ્તે પરત ફરવાની ભારતની અપીલને પુનરાવર્તિત કરી હતી.
પીએમઓ અનુસાર, વડાપ્રધાન મોદીએ રૂટને યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. આ સાથે તેમણે ત્યાં અસરગ્રસ્ત લોકોને ભારતમાંથી દવાઓ સહિતની જરૂરી રાહત સામગ્રીના સપ્લાય વિશે પણ માહિતી આપી હતી.
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ વડા પ્રધાન રૂટ સાથે ગયા વર્ષે એપ્રિલમાં યોજાયેલી ડિજિટલ કોન્ફરન્સને યાદ કરી હતી અને રૂટને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
રશિયન ગેસ, તેલ અને ઊર્જા તમામ આયાત પર પ્રતિબંધ, અમેરિકાના પ્રમુખની મોટી જાહેરાત
રશિયા અને યૂક્રેનના યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મોટી જાહેરાત કરતા કહ્યું, ' અમે રશિયન ગેસ, તેલ અને ઊર્જાની તમામ આયાત પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ,"
ઝેલેન્સકીની અપીલ બાદ લેવાયેલા પગલાં
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોમાંથી આયાત ઘટાડવાની અપીલ બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ આ પગલું ભર્યું છે. નાણાકીય ક્ષેત્રો પર ગંભીર પ્રતિબંધો હોવા છતાં, ઊર્જા નિકાસોએ રશિયામાં સ્થિર પ્રવાહ જાળવી રાખ્યો છે.