ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોલીસ બેડામાં મોટા ફેરફારો થઇ શકે છે. જેના ભાગરૂપે આજે DySPની બદલીના આદેશ આપવામાં આવ્યા, રવિવારની રજા હોવા છતાં બદલીના આદેશ પર મહોર મારવામાં આવી છે.
રજાના દિવસે પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની નિમણૂંક પણ કરવામાં આવી છે. એન્ડૂઝ મેકવાનની નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વડોદરા ખાતે નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત જીતેન્દ્ર યાદવની મદદનીશ પોલીસ, સાયબર ક્રાઇમ અમદાવાદમાં નિમણૂંક કરવામાં આવી છે.