Kalol Nagarpalika Resigned: થોડાક દિવસો અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટુ રિએક્શન સામે આવ્યુ છે. આજે નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સાથે 11 કૉર્પોરેટરે રાજીનામા ધરી દીધા છે. ખરેખરમાં, અગાઉ ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ સામે સામે આવી ગયા હતા આને છૂટા હાથની મારામારી થઇ હતી, આ માથાકૂટ ઉપર સુધી પહોંચી છતાં નિવેડો ના આવતા આજે રાજીનામાનો દૌર શરૂ થયો હતો. 


અગાઉ કલોલ નગરપાલિકામાં રી-ટેન્ડરિંગ મામલે બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી, આ ઘટના નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદેદારો સાથે ઘટી હતી. બાદમાં મામલો પ્રદેશ ભાજપ પાસે પહોંચ્યો અને આજે પણ તેનો ઉકેલ ના આવતા સ્ટેન્ડિંગ ચેરમેન પ્રકાશ વરગડેએ રાજીનામું આપી દીધુ હતુ, તેમની સાથે 11 કૉર્પોરેટરોએ બારનીશમાં રાજીનામુ ધરી દીધુ હતુ.


થોડાક દિવસો અગાઉ ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારીના ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા હતા. કલોલ નગરપાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરીંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતાં. ચેરમેન સાથે મારામારી પણ થઇ હતી. 


રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ તો ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે ત્યાં હાજર ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તો ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ મારામારીની ઘટના દરમિયાન હાજર અન્ય લોકો નારાબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બાદમાં ભાજપના જ બે જુથો વચ્ચે થયેલી મારામારીનો આ વિવાદ પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો. જોકે, આજે પણ તેનો નિકાલ ના આવતા ચેરમેન સહિત એક પછી એક 11 કૉર્પોરેટરોના રાજીનામા પડ્યા હતા.


આ પણ વાંચો


Ambaji Melo Photos: ભાદરવી પૂનમનો મેળો શરૂ, પગપાળા યાત્રીઓ અને સંઘમાં જોવા મળ્યો અનરો ઉલ્લાસ, ઠેર-ઠેર કેમ્પો...