ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે જેની સામે લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં શહેરને આજથી લોકડાઉન જાહેર કરાયું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં શુક્રવાર સાંજથી લઈને શનિવાર સાંજ સુધી એટલે એક જ દિવસમાં 22 નવા પોઝિટિ કેસ નોંધાયા હતા. સતત પોઝિટિવ કેસમાં વધારો થતાં તંત્ર એલર્ટ થઈ ગયું હતું.


ગાંધીનગરમાં એક જ દિવસમાં એટલે શુક્રવાર સાંજથી લઈને શનિવાર સાંજ સુધીમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર અને જિલ્લામાં પોઝિટિવ કેસોમાં સતત વધારો થતાં શહેરને આજથી લોકડાઉન જાહેર કરાયું છે. ગાંધીનગરમાં આજથી ફક્ત દૂધ, મેડિકલ અને હોસ્પિટલ જ ખુલ્લી રહેશે.

ગાંધીનગરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 119 પર પહોંચી છે જ્યારે 20 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 5 લોકોનાં મોત થયા છે.