ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 517 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. આજે 390 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 6, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, નર્મદામાં 5, કચ્છમાં 4, ભરુચમાં 4, રાજકોટમાં 3, પાટણમાં 3, જામનગરમાં 3, અમરેલીમાં 3, બનાસકાંઠામાં 2, ખેડામાં 2, મહીસાગરમાં 1, આણંદમાં એક, બોટાદમાં એક, ગીરસોમનાથમાં એક, સુરેન્દ્રનગરમાં એક, છોટાઉદેપુરમાં 1, જૂનાગઢમાં એક અને અન્ય રાજ્યમાં 6 કેસનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 26, સુરત 3, અમરેલીમાં 2, ભાવનગરમાં અને પાટણ ખાતે એક-એક વ્યક્તિઓના મૃત્યું થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1449 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15891 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5739 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 5678 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 83 હજાર 623 ટેસ્ટ કરવામાં આવ્યા છે.