ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 1 લી ઓગસ્ટ થી 9 ઓગસ્ટ દરમિયાન કરેલ કામો અને ખાત મુહર્ટ અંગે સેવા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ઓગસ્ટ ના રોજ 433 સેવા સેતુ કાર્યક્રમ થયા. 21 લાખ કરતા વધુ લોકો એ સેવા યજ્ઞ મા લાભ લીધો. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને સીએમએ અભિનંદન આપ્યા છે. 15મી ઓગસ્ટ બાદ વધુ શાળાઓના ક્લાસ ખોલવા માટે વિચારણા કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માછીમારો, મીઠાના અગરિયાને ક્યારેય રાહત આપવામાં આવી નહોતી એ અમે આપી છે. હવે રી સર્વે ની કોઈ કામગીરી કરવામાં આવશે નહિ. સમયસર બધી જ રાહત મળી છે. અમારા સર્વેમા અમે ભાજપ કોંગ્રેસ ક્યારેય જોયું નથી. ગજેરા સ્કૂલ મા નોટિસ આપવામાં આવી છે નોટિસ નો જવાબ આવ્યા બાદ આગળ કાર્યવહી કરવામાં આવશે.
ગુજરાતમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે સરકારની મોટી જાહેરાત, ભુપેન્દ્રસિંહે શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Aug 2021 01:07 PM (IST)
ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તસવીરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા.