ગાંધીનગરઃ નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યમાં ફ્લાયઓવરને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.



નીતિન પટેલે વચગાળાના બજેટમાં કુલ 74 ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. જેમાં મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકા વિસ્તારમાં 21 ફ્લાયઓવર બનાવવામાં આવશે. 74 ફ્લાયઓવરમાંથી અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં ત્રણ, ભાવનગરમાં ત્રણ અને જૂનાગઢમા ફ્લાયઓવર બનાવવામાં આવશે.



મહાનગર ઉપરાંત દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ ફ્લાયઓવર બનાવવામાં આવશે.