ગાંધીનગર: સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી તારિખ ૧પમી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ ૮૬ કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.

Continues below advertisement

ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેદીઓ અને વર્ષ ૨૦૨૪માં ૨૪૮ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ ૮૬ કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન કુલ ૩૫૧ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે. +

સ્વતંત્રતા દિવસ પર રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત

Continues below advertisement

કેન્દ્ર સરકાર તરફથી સ્વતંત્રતા દિવસ 2024ના અવસર પર વીરતા અને સેવા મેડલથી સન્માનિત અધિકારીઓના નામની જાહેરાત કરી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાતના  21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામા આવી છે. પ્રશંસનીય સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલ અપાશે. DSP બળવંતસિંહ ચાવડા,  PSI ભરત કુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા અને સજ્જનસિંહ પરમારને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે.

તે સિવાય પ્રશંસનીય સેવા બદલ અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા, સજ્જનસિંહ પરમાર, બિપિન ઠાકેર, દિનેશ ચૌધરી, નિરવસિંહ, ક્રિષ્ના કુમાર સિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંથ, અશ્વીન કુમાર શ્રીમાળી, વિજય કુમાર પટેલને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.

દેશમાં 15 ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે સરકારે રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધાર સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવશે. સરકાર દર વર્ષે વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ અને વીરતા માટે ક્રમશઃ જીવન અને સંપત્તિને બચાવવા અથવા ગુનાઓને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં બહાદુરી દાખવવા પર રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવે છે.