ગાંધીનગરના દહેગામ તાલુકામાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. અમદાવાદ DRI અને ગાંધીનગર પોલીસે દરોડા પાડી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ જપ્ત કર્યું હતું. મોટા જલુન્દ્રા ગામની ફેક્ટરીમાં ડ્રગ્સ લાવ્યાની આરોપીની કબૂલાત બાદ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સની તપાસમાં ફેક્ટરી હોવાનો ખુલાસો થયો હતો. એરપોર્ટ પરથી કેટામાઈન નામના 50 કિલો ડ્રગ્સ સાથે એકની અટકાયત કરાઇ હતી.


ગાંધીનગરના દહેગામ તાલુકામાં ડ્રગ્સની ફેક્ટરીનો DRIએ પર્દાફાશ કર્યો હતો.  અમદાવાદ એરપોર્ટના કાર્ગો પર DRIએ દરોડા પાડી 50 કરોડની કિંમતનું ડેટામાઈન ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. DRIને માહિતી મળી હતી કે રાસાયણિક પદાર્થના નામે થાઈલેન્ડમાં ડેટામાઈન ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. જે બાદ મંગળવારે રાતે DRIની ટીમે એરપોર્ટના કાર્ગો પર દરોડા પાડ્યા અને 50 કરોડની કિંમતનો ૨૫ કિલો જથ્થો જપ્ત કર્યો હતો.


પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ગાંધીનગરના દહેગામના ઝલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રીફાર્મા કેમિકલમાંથી તૈયાર થયાની માહિતી છે. જે પછી ફેક્ટરીમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરતા 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો.  આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા DRIએ વાપીમાં દરોડા પાડી કરોડોનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યુ હતું.


સુરત દિવસે દિવસે ગુનાખોરીનું કેન્દ્ર બની રહ્યું છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ચરસ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના સારોલી વિસ્તારમાં ચરસ વેચી રહેલા બે લોકોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે, આ બન્ને આરોપીએ નેપાળી હોવાનું ખુલ્યુ છે. 


સુરતમાં કેફી પદાર્થોનો મોટા પાયે વેપાર થઇ રહ્યો છે, એક પછી એક કિસ્સાઓમાં પોલીસ આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી રહી છે, હાલમાં મળતી માહિતી પ્રમાણે, શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, ખરેખરમાં, પકડાયેલા બન્ને આરોપી નેપાળી યુવકો હોવાનું ખુલ્યુ છે. સારોલી વિસ્તારમાંથી પકડાયેલા બન્ને યુવાનો નેપાળથી ચરસ વેચવા સુરત આવ્યા હતા, જોકે, પોલીસે બાતમીના આધારે ઓપરેશન ચલાવ્યુ અને સુરતના સીમાડા ચેકપૉસ્ટ પાસેથી આ બન્ને નેપાળીઓ યુવકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તલાશી દરમિયાન આરોપીઓ પાસેથી 11 લાખની કિંમતનું 8 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યુ હતુ. હાલમાં સારોલી પોલીસે બન્ને આરોપીએ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.