ગાંધીનગરના માણસામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના માણસામાં મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલ એક શોરૂમમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલ પૂનમ ઇલેક્ટ્રોનિક્સમાંથી ભરત ઠાકોરે એક વર્ષ અગાઉ 23 હજાર રૂપિયાનો સામાન ખરીદ્યો હતો. પરંતુ રૂપિયા બાકી હતા તેમ છતાં અન્ય સામાન વેપારી પાસેથી ઉધારમાં લેવા આવ્યો હતો.
જેથી વેપારી સાગર દરજીએ બીજો સમાન બાકીમાં આપવાની ના પાડતા ભરત ઠાકોર અને અન્ય લોકોએ શોરૂમમાં તોડફોડ કરી હતી. જેમાં આ શખ્સો ટીવી, ફ્રિજ, કૂલર અને પંખામાં તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે. સાથે ભરત ઠાકારે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે વેપારીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. વેપારી સાગર ઘનશ્યામભાઈ દરજીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Gujarat Politics: ગુજરાત ભાજપે ત્રણ જિલ્લા અને એક શહેર પ્રમુખની કરી નિમણુક, જાણો કોને મળ્યું સ્થાન
Gujarat Politics: ગુજરાત ભાજપ દ્વારા ત્રણ જિલ્લાના અને એક શહેરના પ્રમુખોની નિમણૂક કરાઈ છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવાભાઇ વરચંદની, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુક કરવામાં આવી છે.
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ સરપ્રાઈઝ ફેરફાર કરતાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે. ગાંધીનગરમાં યોજાયેલી શહેર અને ભાજપની કારોબારીમાં આનો સંકેત મળી ગયો હતો. રાજકોટ શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર અને સામુહિક રાજીનામાં પ્રકરણ પછી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની કામગીરી પર આક્ષેપ થયા હતા. રાજકોટના કેટલાક વોર્ડમાં જૂથવાદ શમ્યો નહોતો
પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિની પ્રેમી સાથે મળી પોતાની નજર સામે જ કરાવી હત્યા
પોરબંદરમાં પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના જ પતિની હત્યા કરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ ગઢવી નામના યુવાનની 23 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમણે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઇની પત્ની નીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો. કોઇને શંકા ના જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી સાથે મળીને નીતાબેને પતિની હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં સામેલ કાયાભાઈની પત્ની નીતાબેન તથા તેના પ્રેમી રહીમ સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું