ગાંધીનગરઃ કાળમુખા કોરોનાએ ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનો આજે ભોગ લીધો હતો. અભય ભારદ્વાજે 66 વર્ષની વયે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારદ્વાજના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ટ્વિટ કર્યુ હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર મન ગુમાવી દીધું છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેના પરિવાર અને મિત્રોને સંવેદના. ઓમ શાંતિ.


રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, અભય ભારદ્વાજ રાષ્ટ્રવાદી, કાયદાકીય લ્યુમિનરી, પ્રતિબદ્ધ લોક સેવક અને સક્ષમ નેતા હતા. હું આવા પ્રિય મિત્રના નિધન પર દુઃખની લાગણી અનુભવું છું. હું તેમના દિવ્ય આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.



પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લખ્યું, ગુજરાતનાં રાજયસભાનાં સાંસદ અભયભાઇ ભારદ્વાજનાં દુ:ખદ નિધનનાં સમાચારથી અત્યંત વ્યથિત છું. એમનાં નિધનથી ગુજરાતે એક પ્રતિષ્ઠિત વકીલ અને એક ઉત્તમ સમાજ સેવક ગુમાવ્યા છે. લોકોને મદદ કરવા એ સદા અગ્રેસર રહયા હતા. એમણે કરેલા સેવાનાં કાર્યો હંમેશા યાદ રહેશે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં શુભેચ્છકો અને પરિવારને આવી ચડેલા દુ:ખને સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ !



અભય ભારદ્વાજને કોરોના થતા વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવામાં આવ્યા હતા. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ ખુબ જ નાજુક હતી. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન જ તેમનું મોત નિપજતાં ભાજપ સહિત ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રાજકોટઃ યુવક 3000 રૂપિયા આપી સ્પામાં અરૂણાચલની યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને .......

અભય ભારદ્વાજે કઈ ફિલ્મમાં કર્યુ હતું કામ ? કયો ભજવ્યો હતો રોલ, જાણો વિગત

દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક