ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં એસીબીની ટીમને મોટી સફળતા મળી છે.  ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં ટાઉન પ્લાનર એન.એન.મહેતા રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ટાઉન પ્લાનર તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને લાંચ લેતા ઝડપી લેવાયા છે. આ ઘટનામાં પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે.


મળતી માહિતી મુજબ રૂપિયા 15 લાખની લાંચ લેતા ટાઉન પ્લાનર એન.એન. મહેતા અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરની ACB ટીમ દ્વારા ધરપકડ કરવામા આવી છે. ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેકટર દ્વારા 2 પ્લોટ સોંપવામા આવ્યા હતા અને આ પ્લોટના ફાઈનલ માપ માટે ગુડામા અરજી કરવામા આવી હતી. જોકે, આ પ્લોટના માપ તથા અભિપ્રાય માટે ગાંધીનગરના ટાઉન પ્લાનર એન.એન. મહેતા (વર્ગ-1 અધિકારી) અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરે 15 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી ત્યારે ફરિયાદીએ આ અંગે ફરિયાદ નોંધાવતા આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે.


રાજ્યમાં બે દિવસ સિવિયર હિટવેવની આગાહી


રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં બે દિવસ સીવીયર હિટવેવની આગાહી છે. ગુજરાતમાં અગનવર્ષા વરસશે. 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગ્રી નોંધાયુ હતું. રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીંવત છે.


આજે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.