ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલનાં વિદ્યાથીઓ માટે ફરજીયાત કરી 5 લાખનાં બોન્ડની સાથે 15 લાખની ગેરન્ટી આપવી પડશે. જે માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ કરવું પડશે. સરકારી ક્વોટામાં પ્રવેશ બાદ પણ એક વર્ષ સુધી વિદ્યાર્થી ફરજ નહિ બજાવે તો પાંચ લાખ બોન્ડ પેટે અને અન્ય 15 લાખના બોંડ પેટે પેનલ્ટી સરકારને ચૂકવવી પડશે. જો કે, મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ માટે આ નિયમ લાગુ પડશે નહી.
બોન્ડ માટે સંબંધિત વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ શિડ્યુલ બેંકોની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ નાગરિક સહકારી બેંકની ગેરંટી આપવાની રહેશે.
જે વિદ્યાર્થી અતિ ગરીબ હોય અને તેના માતા-પિતા કે પરિવાર પાસે કોઈ મિલકત ના હોય કે બેંક ગેરંટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવામાંથી મુક્તિ મળશે.
ધોનીએ સેનાથી છુપાવ્યું મોટું રહસ્ય, નહીંતર થઈ જાત ડિસ્ક્વોલીફાઈ!