દિલ્હીની મહિલા સાથેના ચકચારીભર્યાં કથિત પ્રેમ પ્રકરણ કેસમાં પોલીસે આઈએએસ ગૌરવ દહિયાને ચાર વખત નોટીસ મોકલીને તેમનું નિવેદન નોંધાવવા જણાવ્યું હતું. આ અગાઉ પોલીસ દહિયાને ત્રણ નોટીસ મોકલી ચુકી છે પણ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા નથી. આજે આખરે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મહત્વની વાત છે કે, પોલીસે ગૌરવ દહિયાને ચાર વખત નોટીસ મોકલી છે. જો આ વખતે દહિયા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો પોલીસ તેમની સામે ગુનો નોંધશે. આ અંગે પોલીસ એસ.પી.ને રિપોર્ટ કરશે.

ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતાં. જ્યાં દહિયાની છથી સાત કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. જોકે દહિયા પોલીસ સમક્ષ હાજર થતાં નથી. તે સિવાય અગાઉ અહીંથી પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.