ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. રાજીનામું આપેલા 8 ધારાસભ્યોમાંથી 5 આજે ભાજપમાં જોડાશે જેને લઈને ગાંધીનગર ખાતે આવેલા કમલમ પહોંચ્યા છે. ભાજપમાં જોડાયા પહેલા જ અક્ષય પટેલે આજે અક્ષય પટેલે પર્દાફાશ કર્યો હતો. અક્ષય પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપનારા અક્ષય પટેલે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોની કિંમત શું હોય છે તે સમજાવવા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.
ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકિટનું વચન મળ્યાં બાદ હવે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હોવાની અક્ષય પટેલે કબૂલાત કરી હતી. અક્ષય પટેલ આજે કરજણથી નજીકના માણસોને લઈને ગાંધીનગરના કમલમ ખાતે આવવા નીકળ્યાં હતાં.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે.
ભાજપમાં જોડાયા પહેલા જ અક્ષય પટેલે શું કર્યો મોટો પર્દાફાશ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2020 11:58 AM (IST)
રાજીનામું આપનારા અક્ષય પટેલે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોની કિંમત શું હોય છે તે સમજાવવા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -