ગાંધીનગરઃ વિધાનસભામાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સેવા દળની મહિલાઓ પર પુરુષ પોલીસ અધિકારીઓ લાફો માર્યા. દંડા મારવામાં આવ્યા. આજે મહિલા દિવસ છે, મહિલા સન્માનની વાત છે . પરવાનગી લઈને કરાયેલા કાર્યક્રમમાં આ બર્બરતા પર ગૃહમંત્રી જવાબ આપે. તેમણે ગૃહમાં આક્ષેપ લગાવ્યો કે, મુખ્યમંત્રી બદલવાથી સરકારના પાપ નહિ છુપાય જાય. ગુજરાત સરકારની બેદરકારીથી 3 લાખ લોકોના કોરોનામા મૃત્યુ થયા.
તેમણે વિધાનસભામાં કહ્યું કે, એક ઇન્જેક્શ લોકો ને ન મળે. પણ ગુજરાતના ભાઉને 5 હજાર ઇન્જેકશન મળી રહે. આ 5 હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા. પશુના મૃત્યુ પર પણ સરકારની 50 હજારની સહાય અને કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની પણ 50 હજારની સહાય. અમિત ચાવડાએ ગોવિદ પટેલને પોલીસ તંત્ર સામે અવાજ ઉઠાવવા બદલ ગુહમા અભિનંદન પાઠવ્યા. 12 વખત ગુજરાત માં પેપરો ફૂટ્યા.
મહિલા અત્યાચારના કોંગ્રેસના આક્ષેપ પર ગૃહમંત્રીए વિધાનસભામાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓને માર્યા નથી. એમની માત્ર અટકાયત કરવામાં આવી છે. વિધાનસભા ઘેરવા ના હતા જેથી અમે એમની અટકાયત કરી છે. આપ વિસ્યુલ મંગાવી શકો છે એમના પર કોઈ હુમલો નથી કરવામા આવ્યો. હું વિધાનસભા ગ્રહમા વિડિઓ બતાવવા માટે તૈયાર છું.મહિલાઓના દેખાવો બાબતે પોલીસે મંજૂરી આપી હતી. પરંતુ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેથી મહિલાઓની અટકાયત કરવામાં આવી. દેખાવો અંગેના વીડિયો ફૂટેજ અમે ગૃહમાં રજૂ કરવા તૈયાર છીએ.
'મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો', કયા મહિલા ધારાસભ્યે કર્યું સ્ફોટક નિવેદન?
ગાંધીનગરઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકાર નિષ્ફળ છે. ગૃહ રાજ્યમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મહિલા પર અત્યાચાર ગુજરાતમાં આવ્યો.
તેમણે કહ્યું કે, પોલીસ અને સરકાર આપણને મદદ કરે કે ના આપે. મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો. કેટલા કેસ કરશે. મહિલાના સન્માન માટે આવું કરવામાં હું ખોટું માનતી નથી. મહિલાની સુરક્ષા અને અધિકારની લડાઈમાં હું મદદ કરીશ.
'દરેક ભાજપી બળાત્કારી નથી, પરંતુ દરેક બળાત્કારી ભાજપી કેમ?' કોંગ્રેસના કયા ટોચના નેતાએ કર્યું આઘાતજનક નિવેદન?
ગાંધીનગરઃ કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ મહિલા દિવસે નલિયકાંડ યાદ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, નલિયામાં ભાજપની એક શિબિરમાં આપણી દીકરીઓ ઉપર અત્યાચાર થાય. ભાજપના સંઘી વિચારધારાવાળા ચડ્ડિવાળા સંડોવાય. સુરતની ગ્રીષ્મા નામની યુવતીને આ શાસનમાં હત્યા થાય છે. ભાજપનો દરેક કાર્યકર બળાત્કારી નથી. દેશમાં પકડતા બળાત્કારી ભાજપી કેમ હોય છે? દરેક ભાજપી બળાત્કારી નથી, પરંતુ દરેક બળાત્કારી ભાજપી કેમ?