ગાંધીનગરઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકાર નિષ્ફળ છે. ગૃહ રાજ્યમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મહિલા પર અત્યાચાર ગુજરાતમાં આવ્યો. 


તેમણે કહ્યું કે, પોલીસ અને સરકાર આપણને મદદ કરે કે ના આપે. મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો. કેટલા કેસ કરશે. મહિલાના સન્માન માટે આવું કરવામાં હું ખોટું માનતી નથી. મહિલાની સુરક્ષા અને અધિકારની લડાઈમાં હું મદદ કરીશ.


Junagadh : 'મારા દિલનો ટૂકડો હતો' ખૂદ પતિએ જ પત્નીને મારી દીધી ગોળી, કારણ જાણીને ચોંકી જશો


જૂનાગઢ : ગઈ કાલે દાણાપીઠ સરકારી શાળાના ગ્રાઉન્ડમાં ફાયરીંગની ઘટના સામે આવી હતી. ખૂદ પતિએ જ પત્નીને ગોળી મારી દેતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિએ પત્ની પર સ્કૂલના બિલ્ડિંગમાં ફાયરિંગ કર્યું હતું. જોકે, આ સ્કૂલ અત્યારે કાર્યરત નથી. ફાયરિંગ પહેલા પતિ પત્નીના ઝગડાનો વિડિયો આવ્યો સામે છે. જેમાં પતિ હાથમાં ધોકો લઈને પત્નીને મારી રહ્યો છે. આ સમયે અન્ય હાજર લોકો માર ન મારવા માટે પતિને સમજાવી રહ્યા છે. આ સમયે પતિ પત્ની સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને વીડિયોમાં સાંભળી શકાય છે કે, તે મારા દિલનો ટૂકડો હતો. 


આંગણવાડી વર્કર પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું છે. ઘર કંકાસના કારણે પત્ની પર પતિએ ફાયરીંગ કર્યું હતું. પોલીસની સતર્કતાથી આરોપી ઝડપાયો છે. ઇજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. ગઈ કાલે  બપોરે નિવૃત આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ઘરકંકાસને લઈ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફાયરિંગ કરનાર પતિને પોલીસે હથિયાર સાથે દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.


આંગણવાડીમાં કામ કરતી પત્ની ફરજ પર હતી એ સમયે પતિએ અચાનક ઘસી આવી મારકુટ કરી ફાયરિંગ કર્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટાફે હથિયાર સાથે પતિને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ મહાનગરમાં સન્નાટા સાથે ચકચાર પ્રસરી ગઈ હતી.