કિસાન અધિકાર દિવસ તરીકે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું, ગરીબ અને ખેડૂતોના રક્ષણ માટે ભાવિ વડાપ્રધાન રાહુલ ગાંધીએ આગેવાની લીધી છે.
ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓ કરતાં રાવણને સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, રાવણે સીતા માતાનું અપહરણ કર્યુ હતું. આ રાવણો ઘરે ઘરે લોકોને હેરાન કરી રહ્યા છે.