Gandhinagar :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના મંદિરેથી 120 કરોડના વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે મંદિરમાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યું હતું. 


શાહે 120 કિલો ચાંદી મંદિરને દાનમાં આપ્યું 
ગાધીનગરના રૂપાલ ખાતે  કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતશાહે   વરદાયિની માતાના દર્શન કર્યા બાદ  વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યું હતું. ગામના દાતાઓ દ્વારા અમિતશાહની   રજતતુલા  કરવામાં આવી હતી. અમિત શાહે  રજતતુલા બાદ 120 કિલો ચાંદી મંદિરમાં દાન આપ્યું હતું અને  ત્યાર બાદ સભાને સંબોધન કર્યું હતું. 


210 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ 
ગૃહમંત્રી અમિત શાહે આજે 1 જુલાઈએ ગાંધીનગરના રૂપાલથી એક જ સાથે 117 કરોડના કામોનો શુભારંભ કરાવ્યો અને અને 93 કરોડના કામોનું લોકાર્પણ થયું છે. કુલ મળીને 210 કરોડના કામોની આજે અહીંથી શરૂઆત થઈ છે. અમિત શાહે રૂપાલ ગામના તળાવના બ્યુટીફીકેશન કાર્યનું  ખાતમુહૂર્ત તેમજ અહી વિવિધ વિકાસ કાર્યોનું  ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. હાલમાં આ તળાવનો વિસ્તાર લગભગ 5500 ચોરસ મીટર છે, જે બ્યુટિફિકેશન પછી વધીને 31500 ચોરસ મીટર થઈ જશે.


વરદાયિની માતા મંદિરનો કેન્દ્રની ‘પ્રસાદ યોજના’માં સમાવેશ 
ગૃહમંત્રી શાહે કહ્યું કે ગાંધીનગરનું રૂપાલ ધામ શ્રીવરદાયિની માતા મંદિરના નામથી પ્રખ્યાત છે.મોદી સરકાર 'પ્રસાદ યોજના' દ્વારા આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાનુ કામ કરી રહી છે. આનાથી મંદિરનો કાયાકલ્પ થશે, રોજગારીનું સર્જન થશે અને વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે.આપણું આ રૂપાલ ગામ મહાભારત કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે. આ એ જ વરદાયિની માતા છે, જ્યાં પાંડવોએ એક વર્ષનો અજ્ઞાત વાસ પૂર્ણ કર્યો હતો.


ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન 
એમિટ્ત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. આ તબક્કે ટ્વીટમાં તેમણે લખ્યું કે મોદી સરકાર મહિલાઓની સુરક્ષા અને આત્મસમ્માનની રક્ષા માટે સંકલ્પબદ્ધ છે.વર્ષ 2016 થી કેન્દ્ર સરકાર 'સખી વન સ્ટોપ સેન્ટર' માં હિંસાથી પિડીત મહિલાઓને એક છત નીચે તાત્કાલિક આશ્રય અને આવશ્યક સેવાઓ પૂરી પાડી રહી છે.