ભાજપના કયા સાંસદે લખ્યું, 'ગાંધીનગર જતાં તો નીતિનભાઈ સામુય નહોતા જોતા'

ભાજપના સાંસદ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સૌની યોજના નીતિનભાઈના કારણે જ પાછળ ઠેલાઇ. અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા.

Continues below advertisement

ગાંધીનગરઃ નો રિપીટ થિયરી બાદ નીતિન પટેલના નિવેદન પર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ છે. એબીપી અસ્મિતાને નીતિન પટેલે આપેલા ઇન્ટર્વયૂ પર ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કટાક્ષ કર્યો હતો. તેમણે નીતિન પટેલના પેજ પર મુકેલા વીડિયો પર કોમેન્ટ કરી છે કે, મંત્રી હતા ત્યારે નીતિન પટેલ સામે પણ નહોતા જોતા. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નારાણ કાછડિયાએ આ કોમેન્ટ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલીથી જાગૃતિ રાખી હોત તો આજે આ હાલત ન હોત. 

Continues below advertisement

ભાજપના સાંસદ નારાણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સૌની યોજના નીતિનભાઈના કારણે જ પાછળ ઠેલાઇ. અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. નીતિનભાઈ જોડે મને કોઈ રાગદ્વેષ નથી. મારાથી વધારે બોલાયું હોય તો ક્ષમા કરજો. અમારા પ્રશ્નો લઈને ગાંધીનગર જતા તો રિસ્પોન્સ નહોતો મળતો. રાજનીતિમાં આવ્યા બાદ હું બદલીમાં નહીં પણ કામ કરાવવામાં માનું છું. મેં બદલી માટે આજ સુધી ક્યારેય સરકારમાં રજૂઆત કરી નથી. 

તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓનું સન્માન જળવાય એ જ મહત્વનું. આ સરકારમાં નવા કામો થશે તેવો મને વિશ્વાસ છે. પહેલા ઇન્કાર કરવાનો નીતિનભાઈનો સ્વભાવ હતો. ઘણા કાર્યકર્તાઓ અને આગેવાનોને પણ આ અનુભવ થયો. 

તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, નીતિન પટેલને કારણે સૌની યોજના 10 હજાર કરોડની હતી, તે 18 હજાર કરોડે પહોંચી છે. તેમણે નો રિપીટ થિયરીનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, તેમને પણ આ થિયરી હેઠળ દૂર કરવામાં આવશે, તો જે વ્યક્તિને લાવવામાં આવશે, તેમને ખભે બેસાડશે. 

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ. તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો. 

તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી. 

Continues below advertisement
Sponsored Links by Taboola