મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “370થી વધુ સભ્યોએ લોકસભામાં બિલને સમર્થન આપી પાસ કર્યું છે. 370મી કલમ દૂર થઈ છે. આજનો દિવસ ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય ઈચ્છાશક્તિનું આ પરિણામ છે. સરકારે હિંમતભર્યો નિર્ણય લીધો છે. સરદાર પટેલે મક્કમતાથી દેશનું એકીકરણ કર્યું હતું. કાશ્મીરનો મુદ્દો જવાહરલાલ નેહરુએ સંભાળ્યો હતો, 70 વર્ષ પહેલા કરેલી ભૂલ આજે સુધારી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોકટર શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી સાચી શ્રદ્ધાંજલિ આપી છે. માત્ર પોતાનું અને પોતાના પરિવારનું વિચારનાર દેશ હિતને બાજુએ મુકનારી કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસનો મોટાભાગના નિર્ણયો સામે વિરોધ હોય છે.”
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું, “આજનો દિવસ એક નવો ઇતિહાસ છે. આઝાદી પછીની આઝાદીની અનુભૂતિ માત્ર કાશ્મીર જ નહિ સમગ્ર ભારત કરી રહ્યું છે. સાચા અર્થમાં કાશ્મીર આઝાદ થયું છે. ગુજરાત હંમેશા નવો ઇતિહાસ સર્જતું આવ્યું છે. તમામના ચહેરા ઉપર ઉત્સાહ દેખાય રહ્યો છે. આજ થી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવણી થશે. ગામમાં પણ લોકોત્સવ ઉજવાઈ રહ્યો છે.”
લોકસભામાં પાસ થયું જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ, જાણો સમર્થનમાં કેટલા વોટ પડયા
પતિ સાથે માલદીવમાં હનીમૂન માણી રહી છે નુસરત જહાં, તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ
ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે