ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને આશિષ ભાટિયાની રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિમણૂક કરાઈ છે. યુપીએસસી દ્વારા ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મોકલાઈ હતી તેમાંથી આશિષ ભાટિયાને રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ કરાયા છે. હાલમાં અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ભાટિયા 1985ની બેચના આઈપીએસ અધિકારી છે.
રાજ્ય સરકાર દ્વારા ડીજીપી ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે અને અધધધ કહી શકાય એટલાં 13 નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ યાદી મોકલવામાં આવતાં ડીજીપી શિવાનંદ ઝાને એક્સટેન્શન નહીં મળે એ નક્કી થઈ ગયું હતું. હવે કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાટિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
હાલના પોલીસ વડા શિવાનંદ ઝા 31 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હતા પણ અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત્ત થઈ ગયા છે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના નવા પોલીસ વડા તરીકેનાં સંભવિત નામોમાં આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ. કે. શર્મા. ટી એસ બિષ્ટ , સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાયનો સમાવેશ થતો હતો.
રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોની કરાઈ નિમણૂક ? રૂપાણી સરકારને મળી હતી ત્રણ નામોની યાદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2020 05:58 PM (IST)
યુપીએસસી દ્વારા ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મોકલાઈ હતી તેમાંથી આશિષ ભાટિયાને રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ કરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -