ગાંધીનગરઃ સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં બાબા દરબાર યોજશે.


આજે ઝૂંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂ વંદના મંચ તરફથી આયોજિત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ- સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 હજારથી વધુ સાધુ- સંતો અને લાકોની સંખ્યામાં ભક્તો ઉમટશે. બાબાના દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાનારા બાબાના દરબારમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.


અમદાવાદમા યોજાશે બાબાનો દરબાર


અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે.


હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી


સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે. તે પહેલા સુરતમા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.


 


આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.