ગાંધીનગર: ખેડુતોએ સરકાર સામે આંદોલન તેજ કર્યું કર્યું છે. ભારતીય કિસાન સંઘે આવતી કાલે રાજ્યના પાટનગર ગાંધીનગર બંધનું એલાન આપ્યુ છે. કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ચાલી રહેલા આંદોલનમાં સરકાર કોઈ જવાબ નહી આપતા બંધનું એલાન આપવામાં આવ્યું છે.


તો બીજી તરફ કિસાન સંઘ દ્વારા અમદાવાદ-ઉદેપુર હાઇવે ચક્કાજામ કરાયો છે. અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજેન્દ્રનગર ચોકડી પર ચક્કાજામ કરાયો છે. ચક્કાજામના પગલે અનેક વાહનો અટવાયા છે. કલાકોના જામ બાદ પોલીસ પહોંચી હતી. ખેડૂતોની પડતર માંગણીઓને લઇ કિસાન સંઘ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.


વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલ થયા એક્ટિવ


Naresh Patel: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં નરેશ પટેલથી લઈને અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર થયેલા હુમલાને નિંદયનીય ગણાવ્યો હતો અને ટૂંક સમયમાં મહાસભા યોજવાની જાહેરાત કરી હતી. આ વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


 મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન
ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. 


શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ કાર્યક્રમમાં મીડિયા સાથે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે વાત કરી હતી. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય ગણાવ્યો હતો. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ કરવા યોગ્ય નહીં. પાટીદાર મતદારોને પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટો આપવામાં આવે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.


નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.